રામ મંદિર આસ્થાનું કેન્દ્ર પરંતુ કોર્ટનું પણ સન્માન: અપર્ણા યાદવે પોતાના નિવેદન મુદ્દે ફેરવી તોળ્યું

અપર્ણા યાદવે કહ્યું કે, મારા કહેવાથી રામ મંદિરનું નિર્માણ તો નહી થાય, એટલા માટે મારા નિવેદન પર વિવાદ ન થવો જોઇએ

રામ મંદિર આસ્થાનું કેન્દ્ર પરંતુ કોર્ટનું પણ સન્માન: અપર્ણા યાદવે પોતાના નિવેદન મુદ્દે ફેરવી તોળ્યું

લખનઉ : રામ મંદિર મુદ્દે મુલાય સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ પોતાનાં નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, રામ મંદિર આસ્થાનો વિષય છે એટલા માટે મારા નિવેદન પર કોઇ પ્રકારનો વિવાદ ન થવો જોઇએ. અપર્ણા યાદવે કહ્યું કે, રામ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, જો કે કોર્ટનું પણ સનમાન છે. એટલા માટે આ મુદ્દે ચુકાદો કોર્ટે જ આપવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અપર્ણા યાદવે કહ્યું હતુ કે અયોધ્યા ભગવાન રામની જન્મભુમિ છે અને ત્યાં રામનું મંદિર જ બનાવવું જોઇએ. 

અપર્ણા યાદવે કહ્યું કે, મારા કહેવાથી રામ મંદિરનું નિર્માણ તો નહી થઇ જાય. રામાયણથી માંડીને તમામ સ્થળો પર લખ્યું છે કે રામ શું છે અને તેમનો જન્મ ક્યાં થયો છે, એટલા માટે, મે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઇએ. તેમણે કહ્યું કે, મને કોર્ટના ચુકાદા પર સંપુર્ણ વિશ્વાસ છે. 

તેઓ ગુરૂવારે બારાબંકીના  દેવા શરીફમાં હતી. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા અપર્ણાએ તેમ પણ કહ્યું. તેમણે કહ્યું કે, હું ભાજપ અથવા કોઇ અન્યની સાથે નથી. હું રામની સાથે છું. અત્રે ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહના રાજમાં કારસેવકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. 

કાકા શિવપાલ યાદવની સમાજવાદી પાર્ટી સેક્યુલર મોર્ચાને સમર્થન મુદ્દે અપર્ણાએ કહ્યું કે, હું વર્તમાનમાં સમાજવાદી પાર્ટીની પુર્ણકાલીન સભ્ય છું. જ્યારે પણ હું કોઇ અને પાર્ટીમાં સમાવેશ  થશે તો તમને તમામ લોકોને માહિતી મળી જશે. 

અપર્ણા યાદવે કહ્યું કે, શિવપાલથી અલગ પાર્ટી બનાવવાથી તેની અસર 2019ની લોકસભા ચૂંટણી પર પણ પડશે. જો શિવપાલની પાર્ટીને તક મળી તો ચૂંટણી પણ લડશે. તેમણે કહ્યું કે, પરિવારિક ખેંચતાણના કારણે 2017ની ચૂંટણી પ્રભાવિત થઇ હતી અને 2019ની ચૂંટણીમાં પણ તેની અસર જરૂર પડશે, કારણ કે ચાચાજીની પણ પાર્ટીને મજબુત કરવામાં ઓછું યોગદાન નથી રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news