Aryan Khan ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે 18 કરોડ પર ભારે પડી એક સેલ્ફી

આર્યન ખાન કેસ શું માત્ર ડ્રગ્સ સાથે જ જોડાયેલો છે અથવા તો તેના પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું, આ તમામ સવાલોનો જવાબ તપાસ પુરી થયા પછી જ જાણવા મળશે. પરંતુ આ મામલામાં મુખ્ય સાક્ષી વિજય પાઘરેએ દાવો કર્યો છે કે આર્યનને ફસાવવાના નામ પર પૈસા વસૂલવાનું પ્લાનિંગ 27 સમ્પ્ટેમ્બરના રોજ નવી મુંબઈની એક હોટલમાં ઘડાયું હતું. પાઘરેએ દાવો કર્યો છે કે, આ પ્લાનિંગમાં ચાર લોકોની મહત્ત્વપૂ્ર્ણ ભૂમિકા છે, જે કિરણ ગોસસાવી, મનીષ ભાનુશાળી, સેમ ડિસૂજા અને સુનીલ પાટિલનો સમાવેશ થાય છે. 
Aryan Khan ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે 18 કરોડ પર ભારે પડી એક સેલ્ફી

મુંબઈ: આર્યન ખાન કેસ શું માત્ર ડ્રગ્સ સાથે જ જોડાયેલો છે અથવા તો તેના પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું, આ તમામ સવાલોનો જવાબ તપાસ પુરી થયા પછી જ જાણવા મળશે. પરંતુ આ મામલામાં મુખ્ય સાક્ષી વિજય પાઘરેએ દાવો કર્યો છે કે આર્યનને ફસાવવાના નામ પર પૈસા વસૂલવાનું પ્લાનિંગ 27 સમ્પ્ટેમ્બરના રોજ નવી મુંબઈની એક હોટલમાં ઘડાયું હતું. પાઘરેએ દાવો કર્યો છે કે, આ પ્લાનિંગમાં ચાર લોકોની મહત્ત્વપૂ્ર્ણ ભૂમિકા છે, જે કિરણ ગોસસાવી, મનીષ ભાનુશાળી, સેમ ડિસૂજા અને સુનીલ પાટિલનો સમાવેશ થાય છે. 

જ્યારે ભાનુશાળીએ કહ્યું- મોટી ગેમ આવી ગઈ છે
વિજય પાઘરેએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, મારે સુનીલ પાટિલ પાસેથી રૂપિયા લેવાના હતા એટલા માટે તેઓ છેલ્લાં ઘણા મહિનાઓથી રહેતા હતા. 27 સપ્ટેમ્બરે ભાનુશાળી તેમના રૂમમાં આવ્યા અને સુનીલ પાટિલને જણાવ્યું કે મોટી ગેમ આવી ગઈ છે અત્યારેને અત્યારે અમદાવાદ નિકળવાનું છે, નાના (વિજય)ને સાથે ના લેતા. તેમણે કહ્યું, 3 તારીખે મારા રૂમ પર ભાનુશાળી આવ્યા અને કહ્યું, ચાલો નાના તમારા રૂપિયા લેવા જવાના છે. ત્યારબાદ અમે 9 કે 9.30 વાગે નીકળ્યા... વચ્ચે વચ્ચે હિન્દી ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા. તેઓ વારંવાર સેમ, ગોસાવી સાથે સતત વાત કરી રહ્યા હતા કે ગોસાવીએ કોઈ ગડબડ તો નથી કરીને..

એક સેલ્ફીએ આખો ખેલ બગાડ્યો?
વિજય પાઘરેએ જણાવ્યું કે, અમે NCB ઓફિસ પહોંચ્યા તો ત્યાં મીડિયાનો જમાવડો હતો. હું ત્યાંથી નીકળી ગયો. હું મારા મિત્રની ઓફિસ પહોંચીને જોયું તો ટીવી પર ગોસાવી અને ભાનુશાળીના ફૂટેજ ચાલતા હતા. મને લાગ્યું કે કંઈક ગડબડ થઈ છે. મેં વિચાર્યું મારા રૂપિયા જવા દો, જ્યારે મળશે ત્યાં જોઈશું. ત્યારબાદ હું તરત 7 કે 7.30 વાગે માનશિન્દે સાહેબને તમામ હકીકત જણાવવા કિલા કોર્ટ ગયો હતો, પરંતુ ત્યાં તેમણે મારી વાત સાંભળી નહોતી, હું ત્યાંથી પાછો ફર્યો. સુનીલ પાટિલ મારી પાસે આવ્યા અને કહ્યું કે એક સેલ્ફીના કારણે આખો પ્લાન ખરાબ થઈ ગયો છે. આવેલા રૂપિયા પાછા આપવા પડી રહ્યા છે. સુનીલ  પાટિલ વારંવાર બોલી રહ્યા હતા કે 50 લાખ લઈ લીધા હતા, પહેલા દિવસે 38 લાખ પાછા આપી દીધા, ત્યારબાદ 4 લાખ બીજા આપ્યા. બાકીના સાઢા 17 કરોડ હવાલાથી આવ્યા હતા, જેણે પણ પાછા આપવા પડ્યા હતા.

વાનખેડે અને તેમની ટીમ આ 'ખેલ'માં સામેલ હતી?
જોકે, વિજય પાઘરેએ એવું પણ જણાવ્યું કે, સમીર વાનખેડે અને તેમની ટીમ આ ઘટનાક્રમમાં સામેલ હતી કે નહીં તે હું કહી શકું તેમ નથી પરંતુ પુરી તપાસ થશે તો ચોક્કસ સત્ય સામે આવશે. તેમણ જણાવ્યું કે, પ્રભાકર સેલ અને પુજાનું નામ હું સાંભળી રહ્યો હતો, પ્રભાકર કિરણ ગોસાલીનો બોડીગાર્ડ છે, તેજ રૂપિયા લેવા અને પાછા આપવો આવ્યો હતો. વિજય પાઘરેનું નિવેદન 3 અને 4 નવેમ્બરે મુંબઈ પોલીસની SITએ પણ નોંધ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news