11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે આસારામ, 7 દિવસની મળી પેરોલ, જાણો ગુજરાત આવશે કે નહીં

દુષ્કર્મના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામને કોર્ટમાંથી પેરોલ મળ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે સારવાર માટે આસારામને પેરોલ આપ્યા છે. આસારામની તબીયતને જોતા તેમને પેરોલ મળ્યા છે, જે માટે તેણે અરજી કરી હતી. 
 

11 વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે આસારામ, 7 દિવસની મળી પેરોલ, જાણો ગુજરાત આવશે કે નહીં

જોધપુરઃ જોધપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા આસારામને સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટે સાત દિવસના પેરોલ આપ્યા છે. 85 વર્ષીય બાબા પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. આસારામ બાપુને જોધપુરની પોક્સો કોર્ટે તેના આશ્રમમાં એક સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાતની એક ટ્રાયલ કોર્ટે બાબાને 2013માં તેના સુરતના આશ્રમમાં એક મહિલા શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.

2013થી જેલમાં બંધ છે આસારામ
આસારામ 2 સપ્ટેમ્બર 2023થી જેલમાં બંધ છે, ત્યારબાદ તેણે અનેકવાર જામીન મેળવવાના પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી નહીં. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં બંધ આસારામને અચાનક છાતીમાં દુખાવો થયો, જેના કારણે તેને જોધપુરની એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો.

માર્ચમાં નકારી હતી અરજી
તો આ પહેલા માર્ચમાં સુપ્રીમ કોર્ટે આસારામની તે અરજી પર હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો, જેમાં તેણે મેડિકલ આધાર પર સજા રદ્દ કરવાની અરજી નકારવાના રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. 

પરંતુ સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે ધર્મગુરૂ સ્વાસ્થ્યની સારવાર માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. પોતાના વકીલ દ્વારા દાખલ અરજીમાં આસારામે ત્યારબાદ કહ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય સતત ખરાબ થઈ રહ્યું છે.

કિશોરી પર બળાત્કારના દોષિત આસારામને જોધપુર કોર્ટે 2018માં આજીવન કેદની સજા ફટકારી હતી. 2013માં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના 11 વર્ષ બાદ આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેને સારવાર માટે 7 દિવસની પેરોલ મળી છે. આસારામને સારવાર માટે પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્ર લઈ જવામાં આવશે. આસારામની વચગાળાની પેરોલ હાઈકોર્ટના જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે મંજૂર કરી છે. આ પેરોલ દરમિયાન આસારામ ગુજરાતમાં આવે તેવી કોઈ સંભાવના નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news