'મોજે દરિયા' લાઈફ માટે સમયના આ ચક્રને સમજો, સૂર્ય અને વાસ્તુ વચ્ચે ના અનોખા કનેક્શન વિશે જાણો

સૂર્યોદય પહેલા રાતના 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્મમુહૂર્ત છે. આ સમયે સૂર્ય ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં હોય છે. આ સમય ચિંતન અને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે તમારે તમારું પૂજા ઘર ઈશાન દિશામાં બનાવવું જોઈએ.

'મોજે દરિયા' લાઈફ માટે સમયના આ ચક્રને સમજો, સૂર્ય અને વાસ્તુ વચ્ચે ના અનોખા કનેક્શન વિશે જાણો

નવી દિલ્લીઃ દિશાઓને સંલગ્ન વાસ્તુના નિયમ સૂર્યના ભ્રમણ અને તેની ગતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, જેથી સૂર્યની ઉર્જા તમારા ઘરમાં વધુ માત્રામાં પ્રવેશી શકે, અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર અને સુખ, શાંતિમાં વધારો થાય. ચાલો જાણીએ કે, ઘરમાં વાસ્તુ અનુસાર કયા રૂમનું સ્થાન ક્યા હોવુ જોઈએ. સૂર્યોદય પહેલા રાતના 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય બ્રહ્મમુહૂર્ત છે. આ સમયે સૂર્ય ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં હોય છે. આ સમય ચિંતન અને પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલા માટે તમારે તમારું પૂજા ઘર ઈશાન દિશામાં બનાવવું જોઈએ.

  • સવારે 6 થી 9 સુધી, સૂર્ય ઘરના પૂર્વ ભાગમાં રહે છે, તેથી ઘરને એવું બનાવો કે પૂરતો સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં સવારનો સૂર્યપ્રકાશ પ્રવેશે છે ત્યાં લોકો બીમારીઓથી દૂર રહે છે. આ જ કારણ છે કે વાસ્તુમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને ઘરની તમામ બારી-બારણાં ખોલી દો.
  • સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી સૂર્ય ઘરની દક્ષિણ-પૂર્વમાં હોય છે. આ સમય સ્નાન અને રસોઈ માટે યોગ્ય છે. જેના કારણે રસોડું અને બાથરૂમ ભીનું છે. તેમનું સ્થાન દક્ષિણ-પૂર્વમાં હોવું જોઈએ જેથી અહીં સૂર્યપ્રકાશ મળે, તો જ તેઓ શુષ્ક અને સ્વસ્થ રહી શકે છે.
  • બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી આરામનો સમય છે. આ સમયે સૂર્ય દક્ષિણમાં છે તેથી બેડરૂમ આ દિશામાં બનાવવો જોઈએ અને બેડરૂમમાં પડદા ઘાટા રંગના હોવા જોઈએ. એવું કહેવાય છે કે આ સમયે સૂર્યમાંથી ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણો બહાર આવે છે, તેથી ઘાટા રંગના પડદા રાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય.
  • અભ્યાસ અને કાર્યનો સમય બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો છે અને સૂર્ય દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. તેથી આ જગ્યા સ્ટડી રૂમ કે લાઈબ્રેરી માટે બેસ્ટ છે.
  • સાંજે 6 થી 9 વાગ્યા સુધીનો સમય જમવા, બેસવા અને અભ્યાસ માટે છે, તેથી ઘરનો પશ્ચિમ ખૂણો જમવા કે લિવિંગ રૂમ માટે શ્રેષ્ઠ છે. આ સમયે સૂર્ય પણ પશ્ચિમમાં હોય છે.
  • રાત્રે 9 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી સૂર્ય ઘરની ઉત્તર-પશ્ચિમમાં હોય છે. આ જગ્યા બેડરૂમ માટે સૌથી વધુ ઉપયોગી છે.
  • સૂર્ય મધ્યરાત્રિથી સવારના 3 વાગ્યા સુધી ઘરના ઉત્તર ભાગમાં હોય છે. આ સમય ખૂબ જ ગુપ્ત છે, કિંમતી વસ્તુઓ અથવા ઘરેણાં વગેરે રાખવા માટે આ દિશા અને સમય શ્રેષ્ઠ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news