Ram Mandir Darshan: રામલલ્લાના દર્શન માટે ઓફલાઈન અને ઓનલાઈન બનશે પાસ, જાણી લો દર્શનના સમયની વિગતો

Ram Mandir Darshan: મંદિરમાં દર્શન કરવા માટે જે છ પાળી નક્કી કરવામાં આવી છે તેમાં વિશિષ્ટ દર્શન માટે રોજ 100 પાસ આપવામાં આવશે. એટલે કે રોજના 600 પાસ વિશિષ્ટ દર્શન માટેના હશે. સુગમ દર્શન માટે પાસ કોઈપણ વ્યક્તિ બનાવડાવી શકે છે. પ્રત્યેક પાળીમાં સુગમ દર્શનના વધુમાં વધુ 300 આપવામાં આવશે. 

Ram Mandir Darshan: રામલલ્લાના દર્શન માટે ઓફલાઈન અને ઓનલાઈન બનશે પાસ, જાણી લો દર્શનના સમયની વિગતો

Ram Mandir Darshan: પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અયોધ્યા પહોંચી રહ્યા છે. દેશ વિદેશથી રોજ ભક્તો શ્રીરામના દર્શન કરવા માટે રામ મંદિર ખાતે ઉમટી રહ્યા છે. અયોધ્યા દર્શન માટે આવતા ભક્તોનો ધસારો જોઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શન માટે ટાઈમ ટેબલ તૈયાર કરી અને પાસની વ્યવસ્થા શરુ કરવા પર વિચાર કરી રહ્યું છે. મંદિરમાં દર્શનને લઈને સમય નક્કી કરવાની પણ યોજના છે જેથી દર્શન કરવા આવેલા દરેક ભક્તોને ભગવાનના દર્શન સારી રીતે થાય. 

ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયને છ પાળીમાં વિભાજીત કરવાની વિચારણા ચાલી રહી છે. સાથે જ ભક્તો માટે ખાસ દર્શનના ઓનલાઇન અને ઓફલાઈન પાસની વ્યવસ્થા પર પણ વિચારણા ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ યોજના બનાવી રહ્યું છે કે ભક્તોને સામાન્ય દર્શન ઉપરાંત સુગમ દર્શન માટે પાસ આપવામાં આવે. મંદિરમાં દર્શન કરવા માટે જે છ પાળી નક્કી કરવામાં આવી છે તેમાં વિશિષ્ટ દર્શન માટે રોજ 100 પાસ આપવામાં આવશે. એટલે કે રોજના 600 પાસ વિશિષ્ટ દર્શન માટેના હશે. હાલ આ વિશિષ્ટ દર્શનના પાસ ઓફલાઈન કાઉન્ટરમાંથી જ લેવા પડશે પરંતુ સોફ્ટવેર તૈયાર થઈ ગયા પછી વિશિષ્ટ દર્શનના પાસ ઓનલાઇન પણ મળશે.

સુગમ દર્શન માટે પાસ કોઈપણ વ્યક્તિ બનાવડાવી શકે છે. પ્રત્યેક પાળીમાં સુગમ દર્શનના વધુમાં વધુ 300 આપવામાં આવશે. આ ઉપરાંત જેની પાસે પાસ હશે તેવા ભક્તોને મંદિરમાં પ્રવેશ કરવા માટે અલગ લાઈન બનાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે. આ વ્યવસ્થાથી ઓછા સમયમાં વધારે ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.

દર્શન માટેની છ પાળીનો સમય

રામલાના દર્શન માટે સવારથી રાત સુધીમાં છ પાળી બનાવવાની યોજના ચાલી રહી છે. જે નીચે દર્શાવ્યા અનુસાર હશે.

સવારે 7થી 9 કલાક
સવારે 9 કલાકથી 11 વાગ્યા સુધી
બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી
બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી
સાંજના 5થી 7 કલાક સુધી
સાંજના 7 કલાકથી રાત્રે 9 વાગ્યા સુધી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news