The Kashmir Files ની વચ્ચે બોલ્યા ગુલામ નબી આઝાદ- '24 કલાક ભાગલા પાડવાનું કામ કરી શકે છે રાજકીય પક્ષો'

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જમ્મૂમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું છે કે, મારું માનવું છે કે મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરેપક્ષ હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાશ્મીરી પંડિતોના હિજરતને લઈને દેશમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

The Kashmir Files ની વચ્ચે બોલ્યા ગુલામ નબી આઝાદ- '24 કલાક ભાગલા પાડવાનું કામ કરી શકે છે રાજકીય પક્ષો'

જમ્મુ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને G-23 જૂથના મહત્વપૂર્ણ સભ્ય ગુલામ નબી આઝાદે પ્રેમ, સૌહાર્દને લઈને રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. જમ્મુમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે પીર પંજાલમાં રહેતા તમામ ધર્મોના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓની સાથે-સાથે રાજકીય આધાર પર વિભાજન વિશે વાત કરી હતી અને સાથે ધર્મના આધારે ભાગલા પાડવાની નીતિને લઈને રાજનૈતિક પક્ષો પર ઉગ્ર હુમલો કર્યો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જમ્મૂમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું છે કે, મારું માનવું છે કે મહાત્મા ગાંધી સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરેપક્ષ હતા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં કાશ્મીરી પંડિતોના હિજરતને લઈને દેશમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એવામાં તેમણે કોઈનું પણ નામ લીધા વિના જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં જે બન્યું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે, તેમને તમામ હિંદુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમો, ડોગરાઓને અસર થઈ છે.

— ANI (@ANI) March 20, 2022

પોતાની પાર્ટી પર ઉઠાવ્યા સવાલ
ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે રાજનૈતિક પક્ષો ધર્મ, જાતિ અને અન્ય ચીજોના આધારે ચોવીસ કલાક ભાગલા પડાવવાનું કામ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિવિલ સોસાયટીમાં ભાગલા પાડવા માટે અમે અમારી પાર્ટીને પણ માફ કરી રહ્યા નથી. અમારી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિવિલ સોસાયટીને સમાજ સાથે રહેવું જોઈએ. દરેકને ધર્મ અને જાતિથી ઉપર ઉઠીને ન્યાય મળવો જોઈએ.

અમે પ્રેમથી કામ કરી શકીએ છીએ'
તેમણે જણાવ્યું હતું કે રાજકારણ સિવાય આપણે બધા એક થઈ શકીએ છીએ. પ્રેમથી પણ કામ કરી શકીએ છીએ. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આચાર્ય જેબી કૃપલાનીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આચાર્ય કૃપલાની અને તેમની પત્ની અલગ-અલગ રાજકીય પક્ષો માટે કામ કરતા હતા. આખો દિવસ અલગ રાજકીય પક્ષ માટે કામ કરતા હોવા છતાં રાત્રિભોજન આચાર્ય કૃપલાનીની પત્ની દ્વારા જ બનાવવામાં આવતું હતું, ઘર સંભાળવાનું તેમનું કામ હતું.

ગુલામ નબી આઝાદે ઘાટીમાં રિયાસી, રામવન જેવા વિસ્તારોનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે આમાં હિન્દુ અને મુસ્લિમ ક્યાંથી આવ્યા. ગુલામ નબી આઝાદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશભરમાં કાશ્મીર ઘાટીમાંથી હિંદુઓની હિજરત પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ દેશમાં નવી ચર્ચાઓએ જન્મ લીધો છે.

ઓમર અબ્દુલ્લાએ આપી આવી પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઓમર અબ્દુલ્લાએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર જણાવ્યું હતું કે, 'ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં વિવિધ પ્રકારના જુઠ્ઠાણા બતાવવામાં આવ્યા છે. જ્યારે કાશ્મીરી પંડિતો અહીંથી ચાલ્યા ગયા ત્યારે ફારુક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ન હતા, તે સમયે રાજ્યપાલ શાસન હતું અને વી.પી. સિંહની સરકારને ભાજપનું સમર્થન હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news