બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: 28 વર્ષ પછી આવશે ચુકાદો, જેલ જવા તૈયાર છે 'આરોપી'

28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવશે. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવશે. 

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ: 28 વર્ષ પછી આવશે ચુકાદો, જેલ જવા તૈયાર છે 'આરોપી'

લખનઉ: 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવશે. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ કેસમાં પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, જેવા અનેક મોટા નેતા આરોપી છે. આવા હાઈ પ્રોફાઈલ કેસમાં ચુકાદો આવવાનો હોવાથી અયોધ્યા અને લખનઉમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીબીઆઈની કોર્ટે આદેશ બહાર પાડીને તમામ આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. કોર્ટ તરફથી ભાજપ (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ પાઠવી છે. 

અયોધ્યા (Ayodhya) માં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલી છે. ડીઆઈજી દીપકકુમારે જણાવ્યું કે સીઆઈડી અને એલઆઈયુની ટીમો સાદા કપડાંમાં તૈનાત કરી દેવાઈ છે. બહારના લોકો અયોધ્યામાં આવીને માહોલ ન બગાડે એથી કરીને ખુબ સતર્કતા રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં ચેકિંગ અભિયાન ચાલુ છે. આ બાજુ લખનઉમાં સીબીઆઈની વિશેષ કોર્ટ બહાર લગભગ 2 હજાર પોલીસકર્મીઓની ડ્યૂટી લગાવવામાં આવી છે. પ્રદેશના 25 સંવેદનશીલ જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. 

Babri Masjid Demolition case SC Sets New Deadline for Verdict on Cases  Against Advani Joshi Uma Bharti | इस तारीख को आएगा 'अयोध्या के विवादित  ढांचे' के विध्वंस पर फैसला, ये नेता

1 સપ્ટેમ્બરે પૂરી થઈ હતી સુનવણી
બાબરી વિધ્વંસ કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે તમામ પક્ષોની દલીલો, જુબાની સાંભળ્યા બાદ એક સપ્ટેમ્બરના રોજ સુનાવણી પૂરી કરી હતી. બે સપ્ટેમ્બરે ચુકાદો લખવાનો શરૂ થઈ ગયો હતો. આ અગાઉ વરિષ્ઠ વકીલ મૃદલ રાકેશ, આઈબી સિંહ અને મહિપાલ આહલુવાલિયાએ આરોપીઓ તરફથી દલીલો રજુ કરી હતી. ત્યારબાદ સીબીઆઈના વકીલો લલિત સિંહ, આર કે યાદવ અને પી.ચક્રવર્તીએ પણ પોતાની દલીલો રજુ કરી. 

અડવાણી-જોશી સહિત કુલ 32 આરોપીઓ
બંને પક્ષોની દલીલો રજુ થયા બાદ વિશેષ ન્યાયાધીશ એસ કે યાદવે કહ્યું હતું કે તેઓ 2 સપ્ટેમ્બરથી ચુકાદો લખવાનું શરૂ કરશે. દાયકાઓ જૂના આ કેસમાં પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી. પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય, વિનય કટિયાર, મહંત નૃત્યગોપાલ દાસ, રામ વિલાસ વેદાંતી, ધરમદાસ, ડો.સતીષ પ્રધાન સહિત 32 આરોપી છે. આ કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને એફઆઈઆર દાખલ થઈ હતી જેમાંથી હાલ 32 આરોપીઓ જીવિત છે. 

351 સાક્ષીઓની જુબાની
સીબીઆઈ તરફથી આરોપીઓ વિરુદ્ધ 351 સાક્ષીઓ અને લગભગ 600 દસ્તાવેજો રજુ  થયા હતાં. ન્યાયાધીશે આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મુજબ આ માસના અંત સુધીમાં ચુકાદો સંભળાવવાનો છે. નોંધનીય છે કે અયોધ્યાનું વિવાદિત માળખુ કારસેવકોએ 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડ્યું હતું. 

Babri masjid demolition case: Timeline of events unfolded from 1949-2020 |  India News | Zee News

2 થી 5 વર્ષની થઈ શકે છે સજા
અત્રે જણાવવાનું કે આ મામલે કોર્ટ એ નક્કી કરશે કે અયોધ્યામાં બાબરી મસ્જિદના માળખાને શું ષડયંત્ર હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું કે પછી આક્રોશિત કારસેવકોએ તેને ગુસ્સામાં તોડી નાખ્યું હતું. અહીં એ જાણવું જરૂરી છે કે જો ભાજપના નેતાઓ પર લાગેલા આ આરોપ સાબિત થયા તો તેમને 2 વર્ષથી લઈને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે.

કોના પર કઈ કલમ લાગી છે?
આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 120બી (અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ), 147, 149, 153એ, 153બી અને 505(1) હેઠળ કેસ ચાલ્યો હતો. 

આરોપીઓના નામ
લાલકૃષ્ણ અડવાણી
મુરલી મનોહર જોશી
સાધ્વી ઋતંભરા
ઉમા ભારતી
વિષ્ણુ હરિ ડાલમિયા
અશોક સિંઘલ

આ સિવાય અન્ય આ આરોપીઓ સામે આઈપીસીની કલમ 147, 147 153એ, 153બી 295, 295એ, અને 505(1) તથી કલમ 120બી હેઠળ આરોપ છે. 

મહંત નૃત્ય ગોપાલ દાસ
મહંત રામ વિલાસ વેદાંતી
વૈકુંઠલાલ શર્મા ઉર્ફે પ્રેમજી
ચંપતરાય બંસલ
ધર્મદાસ
ડો.સતીષ પ્રધાન
કલ્યાણ સિંહ

પહેલી FIRમાં શું હતું?
મળતી માહિતી મુજબ આ કેસમાં કારસેવકો વિરુદ્ધ પહેલી એફઆઈઆર થઈ હતી. જેનો નંબર  197/1992 હતો. અત્રે જણાવવાનું કે આ એફઆઈઆરમાં કારસેવકો  પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ ડકૈતી, લૂટફાટ, મારપીટ, ઈજા કરવી, સાર્વજનિક ઈદગાહને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક સૌહાર્દ ભડકાવવાના મામલામાં સંડોવાયેલા છે. 

Ayodhya Ram Janmabhoomi-Babri Masjid title dispute case: Day 9 hearing in  Supreme Court | India News | Zee News

બીજી  FIRમાં શું હતું?
બીજી FIRની વાત કરીએ 198/1992 નંબરની આ એફઆઈરમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ સંલગ્ન કુલ 8 મોટા નેતાઓ અને પદાધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા હતાં. આ તમામ નેતાઓ પર ભડકાઉ ભાષણ દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. 

જેલ જવા માટે તૈયાર પણ જામીન નહીં લઉ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ સ્પષ્ટ કહી દીધુ છે કે જો સજા થઈ તો જેલ જવા તૈયાર છું. જામીન લઈશ નહીં. આ બાજુ સાક્ષી મહારાજે કહ્યું કે વિવાદિત માળખું માથા પર કલંક જેવું હતું. જેલ જવાનું થયું તો હસતા હસતા જઈશ, કાશી મથુરા માટે પણ નવા યોદ્ધા આવશે. 

Babri Masjid demolition case: SC judge recuses from hearing criminal  appeals | India News | Zee News

આ ઉપરાંત અન્ય એક આરોપી વિનય કટિયારે પણ ઝી મીડિયાને કહ્યું કે કોર્ટ તરફથી ન્યાયની આશા છે. બાકી કોર્ટનો જે પણ યુકાદો આવશે તે સ્વીકાર રહેશે. આ કેસ કોંગ્રેસનું ષડયંત્ર હતું. કોંગ્રેસનો પર્દાફાશ થશે. કોંગ્રેસ અમારી સરકાર પાડીને પોતાની રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news