14 નવેમ્બર દિવાળીના દિવસ પહેલાં અને પછી ફટાકડા ફોડવા પર લગાવ્યો પ્રતિબંધ

જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં 14 નવેમ્બર દિવાળીના દિવસ પહેલાં અને પછી ફટાકડા તથા આતશબાજી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દિવાળીના દિવસે ફક્ત 2 કલાક 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકશો. 

14 નવેમ્બર દિવાળીના દિવસ પહેલાં અને પછી ફટાકડા ફોડવા પર લગાવ્યો પ્રતિબંધ

ગુરૂગ્રામ: જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં 14 નવેમ્બર દિવાળીના દિવસ પહેલાં અને પછી ફટાકડા તથા આતશબાજી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દિવાળીના દિવસે ફક્ત 2 કલાક 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકશો અને તેમાંપણ ઓછા પ્રદૂષણ અને ઉત્સર્જન કરનાર અથવા ગ્રીન ફટાકડા ફોડી શકાશે. આવો આદેશ ગુરૂગ્રામના કલેક્ટર તથા કમિશ્નર અમિત ખત્રી દ્વારા આજે દંડ પ્રક્રિયા અધિનિયમની કલમ 144 હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. 

ગુરૂગ્રામના કલેક્ટર તથા કમિશ્નર અમિત ખત્રીએ 14 નવેમ્બરના રોજ દિવાળીના દિવસે ફટાકડા તથા આતશબાજી કરવા માટે 8 સ્થળ નક્કી કર્યા છે જ્યાં દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી રહેશે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય સ્થળો પર ફટાકડા તથા આતશબાજી કરવા પર પ્રતિબંધ રહેશે. આ આદેશ જિલ્લાધિકારી દ્વારા સર્વોચ્ચ કોર્ટના અર્જુન ગોપાલ તથા ભારત સરકાર તથા અન્ય નામની 2015ની સિવિલ રિટ પેટિશન નંબર-728માં સંભળાવવામાં આવેલા ચૂકાદા સાથે પાલન  જરૂરી છે. આદેશોમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય જનતાની સુરક્ષાના દ્રષ્ટિગત તથા પર્યાવરણમાં પ્રદૂષણના સ્તરને નિયંત્રિ કરવા માટે આદેશ જરૂરી છે. 

દંડ પ્રક્રિયા અધિનિયમ 1973ની કલમ 144 હેઠળ જાહેર આ આદેશોમાં જિલ્લાધીશે કહ્યું કે દિવાળીના દિવસે આતિશ નિર્ધારિત 8 સ્થળો પર જ છોડી શકાય છે. તેમાં ગુરૂગ્રામમાં સેક્ટર 29નું હુડા ગ્રાઉન્ડ, લધુ સચિવાલયના નિકટ બેરીવાલા બાગ, હુડા ગ્રાઉન્ડ સેક્ટર-5, સેક્ટર-47 માં બખ્તાવર ચેક પાસે સિટી સેન્ટરવાળા ખુલ્લા સ્થળ પર, સોહનામાં દેવી લાલ સ્ટેડિયમ, પટૌદીમાં હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સેક્ટર 1, હેલીમંડીમાં અગ્રવાલ ધર્મશાળાની નજીક ખાલી જગ્યા તથા ફરૂખનગરમાં જૂના રામલીલા મેદાનનો સમાવેશ થાય છે. આ આદેશોનું પાલન સુનિશ્વિત કરશે અને ક્યાં પણ ઉલ્લંઘન જોવા મળ્યું તો તેને કોર્ટની અવગણના ગણવામાં આવશે અને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.  

આ આદેશ જિલ્લામાં તાત્કાલિક પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે તથા 15 નવેમ્બર સુધી લાગૂ રહેશે. આદેશોની અવગણના કરનાર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news