ટિકરી બોર્ડરથી 11 મહિના બાદ હટાવવામાં આવ્યા બેરિકેડ્સ, આ વાહનો માટે ખુલ્યો રસ્તો

દિલ્હી પોલીસ (Delhi Police) એ દિલ્હીની ટિકરી બોર્ડરથી બેરિકેડ્સ હટાવી દીધા છે. પોલીસના આ પગલા બાદ દિલ્હી-એનસીઆરના લોકોને રાહત મળી છે અને ટુ-વ્હીલર અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખોલી દીધો છે. 

ટિકરી બોર્ડરથી 11 મહિના બાદ હટાવવામાં આવ્યા બેરિકેડ્સ, આ વાહનો માટે ખુલ્યો રસ્તો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police) એ દિલ્હીની ટિકરી બોર્ડરથી બેરિકેડ્સ હટાવી દીધા છે. પોલીસના આ પગલા બાદ દિલ્હી-એનસીઆરના લોકોને રાહત મળી છે અને ટૂ-વ્હીલર અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખોલી દીધો છે. કેટલાક સીમેન્ટના બ્રિક્સ હટાવવામાં આવ્યા છે. રસ્તો ખુલવાથી દિલ્હી-હરિયાણા વચ્ચે અવરજવર કરનારને રાહત મળશે. ખાસ કરીને તે લોકોને ફાયદો થશે જે દરરોજ દિલ્હી-રોહતક અને બહાદુરગઢ વચ્ચે અવરજવર કરે છે. 

દિલ્હી બોર્ડરના રસ્તા 11 મહિના પછી ખુલશે
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીને હરિયાણા સાથે જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને 11 મહિના પછી ટિકરી બોર્ડર ખુલવા જઈ રહી છે. ખેડૂતોને રોકવા માટે બોર્ડર પર મુકવામાં આવેલ નળ અને કાંટા ગુરુવારે ઉખડી ગયા હતા અને રસ્તા પર મુકવામાં આવેલ મોટા બેરીકેટ્સ હટાવી દેવામાં આવ્યા છે. દિલ્હી-રોહતક નેશનલ હાઈવે-9 (NH) નો વન-વે રોડ સાફ કરી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં વાહનોની અવરજવર શરૂ થશે.

'5 ફૂટ રોડ ખુલ્લો મુકાશે'
ખેડૂત નેતા બુટા સિંહ બુર્જગીલે કહ્યું, 'અમે કેટલીક શરતો સાથે 5 ફૂટ રોડ ખોલવાની મંજૂરી આપી છે. આ ઔદ્યોગિક વિસ્તાર છે, તેથી મજૂરો અને વેપારીઓની સમસ્યાને કારણે અમે આ નિર્ણય લીધો છે. જોકે દરેકે શરતો સ્વીકારવી પડશે.

રાત્રે રસ્તો બંધ રહેશે
તમને જણાવી દઈએ કે હવે માત્ર 5 ફૂટનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે, જેથી ટુ-વ્હીલર, એમ્બ્યુલન્સ અને રાહદારીઓ જઈ શકશે. આ દરમિયાન માત્ર વ્યક્તિ જ અહીંથી ત્યાં જઈ શકશે. સવારે 7 થી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રાત્રે માત્ર એમ્બ્યુલન્સ જ દાખલ થશે. નિર્ધારિત સમય બાદ રાત્રીના સમયે રસ્તો બંધ કરી દેવાશે તેવી દલીલ ખેડૂત આગેવાનોએ કરી છે.

'કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ યથાવત'
વિસ્તારના ડીસીપીએ કહ્યું કે ટિકરી બોર્ડર ખોલી દેવામાં આવી છે, 'અમારી બાજુથી તમામ બેરિકેડ્સ હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ આગળ કેટલાક અવરોધો છે. હાલ આ માર્ગ પરથી કોમર્શિયલ વાહનોને પસાર થવા દેવામાં આવશે નહીં. તેઓએ કેટલીક માંગણીઓ કરી છે કે રાત્રે કોઈ હિલચાલ ન થવી જોઈએ, અમે આનાથી આગળ વાત કરીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news