આહારમાં ખજૂરનો સમાવેશ કરવાના 10 મોટા ફાયદા, જાણવા કરો ક્લિક...

ખજૂરમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણ સમાયા છે

આહારમાં ખજૂરનો સમાવેશ કરવાના 10 મોટા ફાયદા, જાણવા કરો ક્લિક...

નવી દિલ્હી : ખજૂરમાં ઘણા સ્વાસ્થ્યવર્ધક ગુણ સમાયા છે. જેને ખાવાથી શરીરમાં ઉર્જા આવે છે. આ ઉપરાંત ડોક્ટર પણ લોકોને રોજ ખજૂર ખાવાની અલાહ આપે છે. અહી સુધી કે જે લોકોને ડાયાબીટિઝ હોય છે તેઓ પણ રોજ 1-2 ખજૂરનુ સેવન કરી શકે છે. ચિંતા ન કરશો તેનાથી બ્લડશુગર વધતુ નથી. આ સિવાય પણ ખજૂર ખાવાથી સારો એવો ફાયદો થાય છે. 

પાચન સુધારે અને કબજિયાત હટાવે : ખજૂર ખાવાથી પાચનતંત્ર સારૂ થાય છે. ખજૂરમાં ફાયબર અને એમિનો એસિડ ખૂબ જ માત્રામાં હોય છે. ખજૂરને આખી રાત પલાળીને રાખીને તેને પીવાથી પાચનતંત્રમાં ઘણો જ ફાયદો થાય છે.

એસિડિટીમાં આપે રાહત : ખજૂરથી પેટના કેન્સરને મટાડી શકાય છે. નિયમિત ખજૂરનું સેવન એસિડિટીમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. 

રતાંધળાપણાનો ઇલાજ : ખજૂરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના કોઇ જ સાઇડ ઇફેક્ટ નથી, તેનાથી આંખનું તેજ સારૂ થાય છે.

હૃદયને બનાવે સ્વસ્થ : ખજૂરમાં મોટી માત્રામાં એન્ટીઓકિસડન્ટ હોય છે જે ધમનીની દિવાલોમાં તકતીની જમાવટ અટકાવીને ધમની અવરોધને રોકવામાં મદદ કરે છે. જો આવું ન થાય તો દર્દીને ઘાતક હાર્ટ એટેક આવી શકે છે. 

દાંતનો સડો અટકાવે : ખજૂરમાં ક્લોરીનની માત્ર વધારે હોય છે ત્યારે દાંતમાં ક્ષયની પ્રક્રિયા ધીમી કરે છે. આમ, ખજૂરનું નિયમિત સેવન દાંતના સડાને અટકાવે છે.

પ્રેગનન્ટ મહિલાઓ માટે ફાયદાકારક : ખજૂર ગર્ભવતી મહિલાઓમાં થતી વિવિધ પ્રકારની સમસ્યાઓથી રાહત આપે છે તે ગર્ભાશયની દિવાલને પણ મજબૂત કરે છે. તેનાથી બાળકને જન્મ આપવાની પ્રક્રિયામાં પણ સરળતા રહે છે અને લોહીનો સ્ત્રાવ પણ ઘટાડે છે.

ચેતાતંત્રને મજબૂત બનાવે : ખજૂરમાં પ્રોટિનની માત્ર વધારે છે જ્યારે સોડિયમની માત્ર ઓછી હોય છે જે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયી છે. શરીરમાં પોટેશિયમની માત્રા વધારે છે જેનાથી સ્ટ્રોકનું જોખમ ટાળી શકાય છે.

એનીમિયામાં કારગર : ખજૂરમાં આયર્નનું પ્રમાણ હોય છે ત્યારે આયર્ન શરીરમાં લોહીની ઉણપ ઓછી કરે છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી લોહની ઉણપ ઘટાડી શકાય છે.

નહીં આવે હાર્ટએટેક : ખજૂરમાં રક્તવાહિની તંદુરસ્તીને સુધારવા માટેના અંત:સ્ત્રાવો ઇસોફ્લાવોનો અને ફાયટોસ્ટ્રોજન સારા પ્રમાણમાં છે. આના કારણે નિયમિત ખજૂરનું સેવન હાર્ટએટેકથી બચાવે છે. 

બ્લડપ્રેશર કરે કંટ્રોલ : રોજ વારે નાસ્તા પહેલા ત્રણ ખજૂર ખાવી. ત્યાર પછી હુફાળું પાણી પીવું. સતત એક મહિના સુધી આનું સેવન કરવાથી બ્લડપ્રેશરની સમસ્યામાં ઘણો ફાયદો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news