PAK ના અત્યાચાર વિરૂદ્ધ સૌથી મોટી જુબાની! આતંકવાદીની પત્નીએ કર્યો સત્યનો પર્દાફાશ
દુનિયામાં એ વાત કોઈનાથી છુપી નથી કે પાકિસ્તાન ગરીબ દેશ છે. ખુદ પાકિસ્તાનથી ભારત આવેલી રઝિયા બીબીએ Zee News ને આ અંગેની જુબાની આપી હતી. રઝિયા બીબીએ ભારત આવ્યા બાદ કહ્યું કે જ્યારે તે PoK માં રહેતી હતી ત્યારે તેને પોતાનું જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયામાં એ વાત કોઈનાથી છુપી નથી કે પાકિસ્તાન ગરીબ દેશ છે. ખુદ પાકિસ્તાનથી ભારત આવેલી રઝિયા બીબીએ Zee News ને આ અંગેની જુબાની આપી હતી. રઝિયા બીબીએ ભારત આવ્યા બાદ કહ્યું કે જ્યારે તે PoK માં રહેતી હતી ત્યારે તેને પોતાનું જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
પાકિસ્તાનનો થયો પર્દાફાશ
પાકિસ્તાન કેવી રીતે આતંકના નામે યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને કેવી રીતે તેમના મૃત્યુ પછી પરિવારો તરફ પીઠ ફેરવી લે છે, તેની સાક્ષી ખુદ એક આતંકવાદીની પત્નીએ આપી છે. PoK થી ભારત પહોંચેલી આતંકીની પત્ની રઝિયા બીબીનું કહેવું છે કે તેના પતિના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં કોઈએ તેને પૂછ્યું નથી. રઝિયા તે આતંકી સંગઠનોને પણ કોસતી રહી છે. જેમના દ્રારા ગેરમાર્ગે દોરવામાં આવતા તેના પતિએ આતંકવાદનો માર્ગ પસંદ કર્યો.
રઝિયાને ભારત પાસે છે આશા
તમને જણાવી દઈએ કે રઝિયાને હવે ભારત પાસેથી મદદની અપેક્ષા છે. રઝિયાએ જમ્મુ-કાશ્મીરના યુવાનોને આતંકનો માર્ગ છોડવાની પણ અપીલ કરી છે. રઝિયાનો પતિ હિઝબુલ આતંકવાદી હતો અને 2018માં સેનાએ તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
રઝિયાએ તેની આપવિતિ સંભળાવી
રઝિયાએ કહ્યું કે તેના પતિના મૃત્યુ પછી તેને અને તેના બાળકોને ક્યારેક ખાવાનું મળતું હતું તો ક્યારેક ભૂખ્યા સૂવું પડતું હતું. તેણે કહ્યું કે ઘણા તહેવારો પર તેમના બાળકોને પહેરવા માટે કપડાં પણ મળતા ન હતા અને તેમની પાસે શરીર ઢાંકવા માટે પણ કંઈ હોતું નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે