#MahaExitPollOnZee: એક્ઝિટ પોલનો એક જ સાર, મહાગઠબંધનને બહુમત, ખતરામાં નીતીશ સરકાર


બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પૂરુ થયા બાદ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે.  

#MahaExitPollOnZee: એક્ઝિટ પોલનો એક જ સાર, મહાગઠબંધનને બહુમત, ખતરામાં નીતીશ સરકાર

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) માટે શનિવારે છેલ્લા તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. સાંજે છ કલાક સુધી 15 જિલ્લાની 78 સીટો પર 55.22 ટકા મતદાન થયું છે. શનિવારે બિહાર વિધાનસભાની કુલ 78 સીટો માટે સવારે આઠ કલાકે મતદાન શરૂ થયા બાદ અલગ-અલગ ચેનલોના એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ ગયું છે. 

 ABP ન્યૂઝ C વોટરના એક્ઝિટ પોલમાં મહાગઠબંધન આગળ
એનડીએઃ 104-128
મહાગઠબંધનઃ 108-131
એલજેપીઃ 1-3
અન્યઃ 4-8

ટાઇમ્સ નાઉ સી-વોટર
એનડીએઃ 116
મહાગઠબંધનઃ 120
એલજેપીઃ 1
અન્યઃ 6

ઈન્ડિયા ટીવી
એનડીએઃ 116
મહાગઠબંધનઃ 120 
અન્યઃ 7

રિપલ્બિક ભારત
એનડીએઃ 91-117
મહાગઠબંધનઃ 118-138
અન્યઃ 8-14

ભાસ્કર એક્ઝિટ પોલ
એનડીએઃ 120-127 સીટો
મહાગઠબંધનઃ 71-81 સીટો
એલજેપીઃ 12-23 સીટો
અન્યઃ 19-27 સીટો

ન્યૂઝ 18 ઈન્ડિયા- ચાણક્ય
એનડીએઃ 55 સીટો
મહાગઠબંધનઃ 180 સીટો
અન્યઃ 8

#MahaExitPollOnZee: महागठबंधन को बहुमत, खतरे में नीतीश सरकार

મહાએક્ઝિટ પોલની 5 મોટી વાતો
- એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં કોઈને બહુમત નહીં
- મહાગઠબંધનને એનડીએ કરતા વધુ સીટો મળવાનું અનુમાન
- એક્ઝિટ પોલ પ્રમાણે બિહારમાં ત્રિશંકુ સરકાર
-LJP જવાથી એનડીએને નુકસાનનું અનુમાન
- એલજેપીની સરકાર બનાવવામાં હોઈ શકે મોટી ભૂમિકા

બિહાર ચૂંટણીમાં સામે આવેલા એક્ઝિટ પોલ (Bihar election Exit poll) દ્વારા તમે અનુમાન લગાવી શકો છો કે આ વખતે બિહારની જનતા કોના પર વિશ્વાસ કરી રહી છે. તે સ્પષ્ટ કરી દઈએ કે એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે ચોક્કસ હોય તેવું નથી. ઘણીવાર એક્ઝિટ પોલ સાચા પણ હોય છે તો ઘણીવાર ખોટા સાબિત થાય છે. 

બિહારની 243 વિધાનસભા સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું. 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 3 નવેમ્બરે બીજા અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે. 10 નવેમ્બરે સવારે 8 કલાકથી મતગણના શરૂ થશે અને પરિણામ સામે આવશે. તેનાથી સ્પષ્ટ થશે કે આખરે બિહારમાં આગામી સરકાર કોની બનવાની છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી એનડીએ અને વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધન વચ્ચે માનવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news