હવે ગાડી ખરીદવાની જરૂર નથી, ત્રણ વર્ષ સુધી ડ્રાઇવર વગર મળશે ભાડે કાર

પરિવહન વિભાગે Rent A Cabe નામની યોજના શરૂ કરી છે. જેના અંતર્ગત લોકોને હવે નિર્ધારિત દર પર કાર ભાડે આપવામાં આવસે. તે પણ ત્રણ વર્ષ માટે કાર ભાડા પર લઇ શકો છો. પરિવહન વિભાગની તરફથી શનિવારે Rent A Cabe નામની સ્કીમ શરૂ કરવામાં આવી છે.

હવે ગાડી ખરીદવાની જરૂર નથી, ત્રણ વર્ષ સુધી ડ્રાઇવર વગર મળશે ભાડે કાર

આશુતોષ ચંદ્રા/ પટના: જો તમે કારના શોખીન છો અને તમે તેને ખરીદી નથી સકતા તો તમારા માટે આ સારા સમાચા છે. કારની ઇચ્છા રાખનારા લોકોને હેવ કાર ખરીદવાની જરૂરીયાત પડશે નહીં. હકિકતમાં પરિવહન વિભાગે Rent A Cabe નામની યોજના શરૂ કરી છે. જેના અંતર્ગત લોકોને હવે નિર્ધારિત દર પર કાર ભાડે આપવામાં આવસે. તે પણ ત્રણ વર્ષ માટે કાર ભાડા પર લઇ શકો છો. પરિવહન વિભાગની તરફથી શનિવારે Rent A Cabe નામની સ્કીમ શરૂ કરવામાં આવી છે.

બિહારમાં મુસાફરી હવે વધુ સરળ થવા જઇ રહી છે. હેવ સમાન્ય માણસ પણ ઇચ્છે તો કાર ખરીદ્યા વગર કારની મજા માણી શકે છે. શનિવારે પરિવહન વિભાગની તરફથી Rent A Cabe નામની સ્કીમ શરૂ કરવામાં આવી છે. પરિવહન મંત્રી સંતોષ નિરાલા અને સચિન અગ્રવાલે આ યોજનાની શરૂઆત કરી છે. Rent A Cabe સ્કીમ અંતર્ગત હેવ કોઇપણ વ્યક્તિ ડ્રાઇવર વગરની કાર રેન્ટ પર લઇ શકે છે.

આ વિશે પર પરિવહન સચિન સંજય અગ્રવાલે જણાવ્યું કે પરિવહન વિભાગની યોજના માટે મોટર યાન અધિનિયમ 1988 અંતર્ગત જૂમ કાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને લાયસન્સ આપવામાં આવ્યું છે. યોજના પહેલા ચરણમાં પટનામાં 25 કાર ભાડે ઉપલબ્ધ કરવામાં આવશે. ગાડી રેન્ટ પર લેવા માટે ઉપભોક્તાને તેમના મોબાઇ પર એક એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં કેટલા દિવસો માટે કઇ ગાડી જોઇએ છે તેની પસંદગી કરવાની રહેશે.

જોકે, ગાડીનું મહિનાનું સબ્સક્રિપ્શન જોઇએ છે તો ઉપભોક્તાને 3 હજાર રૂપિયા એડવાન્સમાં આપવાના રહેશે. ઉપભોક્તા જે રીતની કાર પસંદ કરશે તે પ્રમાણે પૈસા ચુકવવાના રહેશે. જેમાં 70 રૂપિયા પ્રતિ કલાકથી લઇને 135 રૂપિયા પ્રતિ કલાકનું ઓપ્સન હશે. ત્યારે વીકએન્ડમાં આ દર 115 રૂપિયા પ્રતિ કલાકથી લઇને 185 રૂપિયા પ્રતિ કલાક થઇ જશે. ઉપભોક્તાઓ નાનીથી લઇને મોટી એસયૂવી કાર પસંદ કરી શકે છે. પરિવહન વિભાગે જે જૂમ કંપનીને ટેક્સી ચલાવવાની પરવાનગી આપી છે સંપૂર્ણ દેશમાં તેમની 10 હજાર ટેક્સીઓ આ ફોર્મેટમાં ચાલી રહી છે. પૂર્વીય રાજ્યોમાં ત્રણ હજાર ટેક્સીઓ હાલમાં ચાલી રહી છે.

પરિવહન સચિવે જણાવ્યું કે વિભાગની તરફથી બિહાર ટેક્સી પરિચાલન અનુદેશ 2018 નિયમાવલી તૈયાર કરવામાં આવી છે. નવી નિયમાવલીનો ઉદેશ્ય ટેક્સીની મુસાફરીને વધુ સારી બનાવવાનો છે. સચિવ સંજ અગ્રવાલે જણાવ્યું કે નવી નિયમાવલી અંતર્ગત આ મહીને બે રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પણ બિહારમાં ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવશે. આ કંપનીઓ રાષ્ટ્રીય સ્તરની ટેક્સી સુવિધા બિહારના લોકોને ઉપલબ્ધ કરાવશે. સંજય અગ્રવાલે જણાવ્યું કે સરકારનો પ્રયત્ન છે કે ટ્રાફિકના વધતા ભારને ઓછો કરવા માટે લોકોની વચ્ચે ગાડી ખરીદવાની જગ્યાએ ગાડી ભાડે લેવાની પ્રવૃત્તી વધી જશે.

યોજનાની શરૂઆત પર વિભાગના સચિવે જણાવ્યું કે રાજ્ય સરકારે પરિવહન સુવિધાને રોજગારથી પણ જોડવાનો પ્રયત્ન કર્યો છે. જેના અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ પરિવહન યોજના તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત એક લાખ રોજગારનો અવસર ઉભો કરવાનો છે. પહેલા ચરણમાં 11929 યુવાઓને યાત્રી ગાડી ખરીદવા માટે નાણાકીય અનુદાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે બીજા ચરણ માટે 20 હજાર યુવાઓનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમને જાન્યુઆરી મહિનામાં યાત્રી ગાડી ખરીદવા માટે એક લાખ રૂપિયા સુધી નાણાકીય અનુદાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news