Bihar Political Crisis: બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બધાની નજર સ્પીકર પર, આ રીતે લાલુ પ્રસાદ પલટી શકે છે ગેમ

Lalu Yadav Game Plan: બિહારના રાજકારણમાં હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે. નીતિશકુમાર અને લાલુ યાદવની પાર્ટી આરજેડી વચ્ચે અંતર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ બધા વચ્ચે આરજેડી જૂથથી પણ એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર પલટવી એ એટલું સરળ નહીં રહે. આવામાં બધાની નજર હવે બિહાર વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરી પર છે. બહુમત સાબિત કરતી વખતે તેઓ મોટી ભૂમિકા ભજવી શકે છે. 

Bihar Political Crisis: બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે બધાની નજર સ્પીકર પર, આ રીતે લાલુ પ્રસાદ પલટી શકે છે ગેમ

Lalu Yadav Game Plan: બિહારના રાજકારણમાં હાલ ઉથલપાથલ જોવા મળી રહી છે. નીતિશકુમાર અને લાલુ યાદવની પાર્ટી આરજેડી વચ્ચે અંતર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ લાલુ-નીતિશ વચ્ચે વાતચીત બંધ છે. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવે નીતિશકુમારને 5 વખત ફોન કર્યો હતો પરંતુ નીતિશકુમારે લાલુનો ફોન ઉઠાવ્યો નહીં. એવા પણ રિપોર્ટ્સ છે કે નીતિશકુમાર 28 જાન્યુઆરીએ પોતાની પાર્ટી જેડીયુના વિધાયકો સાથે બેઠક કરશે અને પછી સીધા રાજભવન જઈને રાજ્યપાલને મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ બિહારમાં નીતિશકુમારની શપથ અને નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ જશે. પરંતુ આ બધા વચ્ચે આરજેડી જૂથથી પણ એવું કહેવાઈ રહ્યું છે કે સરકાર પલટવી એ એટલું સરળ નહીં રહે. આવામાં બધાની નજર હવે બિહાર વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરી પર છે. બહુમત સાબિત કરતી વખતે તેઓ મોટી ભૂમિકા ભજવી શકે છે. 

લાલુ પાડશે મોટો ખેલ? 
અત્રે જણાવવાનું કે બિહારના રાજકીય ઘટનાક્રમ પર તેજસ્વી યાદવનું નિવેદન સામે આવ્યું છે. તેજસ્વીએ ઝી ન્યૂઝ સાથે અનૌપચારિક વાતચીતમાં કહ્યું કે સરળતાથી તખ્તાપલટ થશે નહીં. આરજેડી વગર નવી સરકાર સરળતાથી નહીં બને. એવા પણ રિપોર્ટ્સ છે કે લાલુ અને તેમની પાર્ટી બિહારની રાજકીય ઉથલપાથલ પર ચૂપચાપ બેઠા નથી. આરજેડી રાજ્યપાલ પાસે જઈને સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરી શકે છે. નીતિશકુમારને રોકવા માટે લાલુ પ્રસાદે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. 

કેમ આટલા મહત્વના છે સ્પીકર?
અવધ બિહારી ચૌધરી બિહાર વિધાનસભાના સ્પીકર છે અને સદનમાં બહુમત સાબિત કરતી વખતે મોટી ભૂમિકા ભજવી શકે છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સ્પીકર પાસે વિધાયકોને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાનો પાવર હોય છે. જો નીતિશકુમાર અલગ થઈ જાય તો પણ આરજેડી  બહુમતના આંકડાથી ફક્ત 7 સીટ દૂર છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આરજેડી, જીતનરામ માંઝીની પાર્ટી હમ અને જેડીયુના વિધાયકોને તોડવાના ચક્કરમાં છે. જો આ વિધાયકોએ પાટલી બદલી તો સદનમાં બહુમત સાબિત કરતી વખતે સ્પીકરની ભૂમિકા મહત્વની બની શકે છે. 

વિધાનસભાના સમીકરણો
બહાર વિધાનસભામાં હાલ આરજેડીના 79, કોંગ્રેસના 19, લેફ્ટના 16 અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના 1 વિધાયક છે. એટલે કે આ બધા જોડીને લાલૂ જૂથ સાથે 115 વિધાયકો છે. જ્યારે ભાજપ પાસે 78, જેડીયુ પાસે 45, HUM પાસે 4 અને 1 અપક્ષ ધારાસભ્ય છે. જો આરજેડીએ પોતાની સરકાર બનાવવી હોય તો તેણે ભાજપ, જેડીયુ અને HAM ના ધારાસભ્યોને તોડવા પડે. 

વિધાયકો માટે પક્ષપલટો સરળ નથી
જો કે પક્ષ બદલવો વિધાયકો માટે એટલું સરળ પણ નહીં રહે. કારણ કે તેમણે 1985માં બનેલા પક્ષપલટા કાયદાનો સામનો કરવો પડી શકે છે. તેઓ અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે. પક્ષપલટા કાયદા મુજબ વિધાયક ત્યારે જ પક્ષપલટો કરી શકે જ્યારે કોઈ પાર્ટીના બે તૃતિયાંશ ધારાસભ્યો એક સાથે પાર્ટી છોડે. જો બિહારમાં કોઈ વિધાયક પાર્ટી બદલવા માંગે તો તેના દિમાગમાં પક્ષપલટા કાયદો પણ ચોક્કસપણે હશે જ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news