કર્ણાટક ચૂંટણીઃ BJP જારી કરી 72 ઉમેદવારોની પ્રથમ યાદી, શિમોગાથી ચૂંટણી લડશે યેદિયુરપ્પા

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. 

 

 કર્ણાટક ચૂંટણીઃ BJP જારી કરી 72 ઉમેદવારોની પ્રથમ યાદી, શિમોગાથી ચૂંટણી લડશે યેદિયુરપ્પા

નવી દિલ્હીઃ કર્ણાટકમાં 224 સીટોવાળી વિધાનસભા માટે 12 મેએ ચૂંટણી યોજાવાની છે. તે માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં 72 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. રવિવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી  સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં કર્ણાટકના ઉમેદવારોની પસંદગી  કરવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કર્ણાટકના પ્રભારી પ્રકાસ જાવડેકર, કર્ણાટકમાં ભાજપના અધ્યક્ષ બીએસ યેદુરપ્પા, રાજનાથ સિંહ, અનંત કુમાર સહિત ઘણા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. 

We wish them the very best! pic.twitter.com/DoeSPpgOe7

— BJP Karnataka (@BJP4Karnataka) April 8, 2018

પાર્ટી દ્વારા જારી પ્રથમ લિસ્ટમાં પ્રદેશ પાર્ટી અધ્યક્ષ બીએસ યેદુરપ્પાનું નામ સામેલ છે. યેદુરપ્પા પોતાની પરંપરાગત સીટ શિમોગાથી ચૂંટણી લડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news