ભાજપે નિયુક્ત કર્યા 4 રાજ્યોના કેન્દ્રીય પર્યવેક્ષક, અમિત શાહને મળી UP ની જવાબદારી
ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારી તેજ કરી રહી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબને છોડીને બાકી તમામ રાજ્ય ભાજપના કબજામાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં તેને પ્રચંડ જીત મળી છે. તો બીજી તરફ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ સરકારની વાપસી થઇ છે.
Trending Photos
નવી દિલ્હી: ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે ભાજપ સરકાર બનાવવાની તૈયારી તેજ કરી રહી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબને છોડીને બાકી તમામ રાજ્ય ભાજપના કબજામાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશમાં તેને પ્રચંડ જીત મળી છે. તો બીજી તરફ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ સરકારની વાપસી થઇ છે. આ પ્રકારે ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.
અમિત શાહને ઉત્તરપ્રદેશની જવાબદારી
હવે ભાજપે આ રાજ્યોમાં સરકાર બનાવવા માટે પર્યવેક્ષકોની જવાબદારી આપી છે. ધારાસભ્ય દળના નેતા ચૂંટવા માટે કેન્દ્રીય નેતાઓને રાજ્યોમાં મોકલવામાં આવશે અને મંત્રીઓના નામને લઇને પણ ચર્ચા થઇ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રઘુવર દાસને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પર્યવેક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રકારે મણિપુરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને કેંદ્રીય મંત્રી કિરણ રિજીજૂ પર્યકેક્ષક બનીને જશે. ગોવામાં નરેન્દ્ર સિંહ તોમર અને એલ મરૂગન પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. આ તમામ રાજ્યોમાં ગોવા સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે 40 સભ્યોવાળી વિધાનસભામાં કોઇપણ પક્ષને બહુમત મળ્યો નથી પરંતુ 20 સીટો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી જરૂર બની ગઇ છે.
ગોવામાં ભાજપ સૌથી મોતી પાર્ટી
ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે પરંતુ ચાર દિવસ વિતી ગયા હોવાછતાં ભાજપે હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. ચૂંટણીમાં ભાજપે 40 સભ્યોવાળી વિધાનસભામાં સૌથી વધુ 20 સીટ પર જીત પ્રાપ્ત કરી હતી. ત્રણ અપક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (એમજીપી) ના બે સભ્યોએ પહેલાં જ ભાજપને પોતાનું સમર્થન આપ્યું છે, એવામાં ભાજપ સરળતાથી સરકાર બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે