BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ

તેલંગણામાં એક સ્થાનીક ભાજપ નેતાને કારની ડેકીમાં બંધ કરી અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી છે.

BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા,  પોલીસે શરૂ કરી તપાસ

હૈદરાબાદઃ Telangana News: તેલંગણાના મેડક જિલ્લામાં મંગળવારે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ એક સ્થાનીક ભાજપ નેતાને તેમની કારમાં બંધ કરી જીવતા સળગાવી દીધા છે. પોલીસે તેના સળગી ગયેલા મૃતદેહને કારની ડેકીમાંથી જપ્ત કર્યો છે. મેડલ એસપી પ્રમાણે કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ભાજપના નેતાને કારની ડેકીમાં બંધ કરી આગ લગાવી દીધી, ત્યારબાદ તેમનું મોત થયું છે. તેમનો સળગેલો મૃતદેહ ડેકીમાંથી મળી આવ્યો છે. 

મેડક એસપી ચંદના દીપ્તિએ કહ્યું- કેટલાક અજાણ્યા લોકોએ ભાજપના નેતાને તેમની કારમાં બંધ કરી આગ લગાવી દીધી, અમને તેમનો સળગેલો મૃતદેહ કારની ડેકીમાંથી મળ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે. 

"Few persons set him on fire along with his car. We found his burnt body in the trunk of his car," said Chandana Deepti, SP, Medak (10.08) pic.twitter.com/wdmEyThavf

— ANI (@ANI) August 10, 2021

આ ઘટના વિશે સ્થાનીક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વિશે અત્યાર સુધી કોઈ મહત્વની જાણકારી મળી નથી. પોલીસ તપાસ કરી રહી છે. નેતાના પરિવારજનો પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news