જામનગર સરકારી મેડિકલ કોલેજનો ફતવો, ઈન્ટર્ન ફરજ પર હાજર નહિ થાય તો ઈન્ટર્નશિપનો સમયગાળો વધારી દઈશું 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગઈકાલે થયેલી ચર્ચા બાદ હડતાળ પર ઉતરેલા તબીબો (doctors strike) એ આજથી ઈમરજન્સી સેવા શરૂ કરી છે. રેસિડેન્ટ ડોક્ટરોને તેમની માગ સંતોષવા અંગે મળેલા આશ્વાસન બાદ કોવિડ ડ્યૂટી તેમજ ઇમરજન્સી સેવાઓ ફરી એકવાર શરૂ થઈ છે. પરંતુ ડોક્ટરોએ જણાવ્યું છે કે, જો  24 કલાકમાં તેમની માગણીઓ અંગે નિરાકરણ નહીં આવે તો રેસિડેન્ટ તબીબો ફરી એકવાર તમામ સેવાઓ બંધ ફરી સંપૂર્ણ હડતાળ કરશે. તો બીજી તરફ, જામનગરમાં એમપી શાહ સરકારી મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન વિદ્યાર્થીઓને ફરજ પર જોડાવા ફરમાન કરાયુ છે. સાથે જ કહેવાયુ કે, જો ઈન્ટર્ન હાજર નહિ થાય તો તેમનો સમયગાળો વધારાશે.
જામનગર સરકારી મેડિકલ કોલેજનો ફતવો, ઈન્ટર્ન ફરજ પર હાજર નહિ થાય તો ઈન્ટર્નશિપનો સમયગાળો વધારી દઈશું 

અતુલ તિવારી/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ગઈકાલે થયેલી ચર્ચા બાદ હડતાળ પર ઉતરેલા તબીબો (doctors strike) એ આજથી ઈમરજન્સી સેવા શરૂ કરી છે. રેસિડેન્ટ ડોક્ટરોને તેમની માગ સંતોષવા અંગે મળેલા આશ્વાસન બાદ કોવિડ ડ્યૂટી તેમજ ઇમરજન્સી સેવાઓ ફરી એકવાર શરૂ થઈ છે. પરંતુ ડોક્ટરોએ જણાવ્યું છે કે, જો  24 કલાકમાં તેમની માગણીઓ અંગે નિરાકરણ નહીં આવે તો રેસિડેન્ટ તબીબો ફરી એકવાર તમામ સેવાઓ બંધ ફરી સંપૂર્ણ હડતાળ કરશે. તો બીજી તરફ, જામનગરમાં એમપી શાહ સરકારી મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન વિદ્યાર્થીઓને ફરજ પર જોડાવા ફરમાન કરાયુ છે. સાથે જ કહેવાયુ કે, જો ઈન્ટર્ન હાજર નહિ થાય તો તેમનો સમયગાળો વધારાશે.

જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના ડીને રેસિડેન્ટ ડોક્ટરોની ચાલી રહેલી હડતાળમાં સમર્થન કરી રહેલા ઈન્ટર્ન સામે લાલ આંખ કરી છે. ઈન્ટર્નશીપ કરતા તમામ ઈન્ટર્નને તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયુ છે. સાથે જ સૂચના આપવામાં આવી કે, જો ઈન્ટર્ન તબીબો ફરજ પર હાજર નહિ થાય તો તેમની ઈન્ટર્નશિપનો સમયગાળો એકસ્ટેન્ડ કરવામાં આવશે. 

નોંધનીય છે કે, હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટરો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થયો અને કાલે રાત્રે 10 વાગ્યે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેડન્ટ ડોક્ટર જેપી મોદી, GMSના પ્રેસિડેન્ટ, GMERS સોલાના ડીન ડોક્ટર નીતિન વોરા તેમજ બીજે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રણય શાહ સાથે આ બેઠકમાં જોડાયા હતા. જે બેઠક સકારાત્મક રહેતા ઈમરજન્સી સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે આરોગ્યમંત્રી નીતિન પટેલ સાથે મહત્વની બેઠક મળનાર છે, જેમાં કમિટીના સભ્યોએ રેસિડેન્ટ ડોકટરોની માગ અંગે યોગ્ય રજૂઆત કરવા વચન આપ્યું છે. રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી આરોગ્ય વિભાગ તરફથી લેખિતમાં માગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. 

આરોગ્ય મંત્રી નીતિન પટેલ સાથે આજે મળનારી બેઠકમાં કમિટીના સભ્યો દ્વારા રેસિડેન્ટ ડોકટરોની માગ અંગે રજૂઆત કરવા વચન આપવામાં આવ્યું હતું. જેના બાદ સરકાર અને કમિટીના હકારાત્મક વલણને જોતા રેસિડેન્ટ ડોકટરોની હડતાળ હવે અંત તરફ આગળ વધી છે. આજે સવારે 9 વાગ્યે હડતાળ પર રહેલા રેસિડેન્ટ ડોકટરો ફરી એકવાર કેટલીક ફરજ પર પાછા જોડાશે. જો કે હજુ માગણીઓ સંદર્ભે અંતિમ નિર્ણય ના આવતા માત્ર કોવિડ ડ્યુટી અને ઈમરજન્સી સેવાઓ (ટ્રોમા સેન્ટર) શરૂ કરવામાં આવશે. જ્યાં સુધી આરોગ્ય વિભાગ તરફથી લેખિતમાં માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ યથાવત રહેશે. આજે હડતાળના આઠમા દિવસે આરોગ્ય વિભાગ અને રેસિડેન્ટ ડોકટરો વચ્ચે સિવિલ સુપ્રીન્ટેડન્ટ, GMC પ્રેસિડેન્ટ તેમજ બી.જે. મેડિકલ કોલેજના ડીનની મધ્યસ્થતાથી સંતોષકારક નિરાકરણ આવે એવી શક્યતા દેખાઈ રહી છે. રેસિડેન્ટ ડોક્ટરો તેમની માગ સંતોષવા અંગેના મળેલા આશ્વાસન બાદ આજે 9 વાગેથી કોવિડ ડ્યુટી તેમજ ઇમરજન્સી સેવાઓ ફરી એકવાર શરૂ કરાશે. પરંતુ જો 24 કલાકમાં માગણીઓ અંગે નિરાકરણ નહીં આવે તો ફરી એકવાર તમામ સેવાઓ બંધ કરી રેસિડેન્ટ ડોકટરો ફરી એકવાર સંપૂર્ણ હડતાળ કરશે. 

ગઈકાલે યોજાયેલી મીટિંગમાં નાયબ મુખ્યમંત્રીએ ડોકટરોને હડતાળ પાછી ખેંચવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલાક વર્ગ તરફથી આ પ્રશ્નનને મોટો બનાવાઈ રહ્યો છે. હડતાલ બિનશરતી પાછી ખેંચ્યા પછી જ બેઠકનો સમય અપાશે. સરકાર સકારાત્મક રીતે વિદ્યાર્થીઓને મેસેજ પહોંચાડશે. હડતાળ પાછી ખેંચી તો પાંચ નિષ્ણાતોની કમિટી બનાવાશે. આ નિષ્ણાતોની કમિટી વિદ્યાર્થીઓને સાંભળશે. જેમાં તમે તમારા વ્યાજબી અને યોગ્ય પ્રશ્નો સરકાર સમક્ષ મૂકો. પરંતુ આ પહેલાં બિનશરતી હડતાળ પાછી ખેંચવી પડશે. હોસ્પિટલોમાં દર્દીઓને તપાસવાનું કામ યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news