રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: એક તીરથી બે નિશાન સાધવાની ફિરાકમાં ભાજપ !

ભાજપ રાજ્યસભામાં ઉપસભાપતિ પોતાનાં સાથી પક્ષમાંથી પસંદ કરીને વિપક્ષમાં વિશ્વાસ અને લાલચ બંન્ને સ્થાપિત કરવા માંગે છે

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: એક તીરથી બે નિશાન સાધવાની ફિરાકમાં ભાજપ !

નવી દિલ્હી : રાજ્યસભા ઉપસભાપતિ પીજે કુરિયનો કાર્યકાળ ખતમ થઇચુક્યો છે. માટે ઉપસભાપતિ પદ પર પોતાનો ઉમેદવાર જીતી શકવામાં અસમર્થ મોદી સરકારે આ ચૂંટણીના માધ્યમથી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના નારાજ ઘટક દળોને સાધવાની કવાયત્ત ઝડપી કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં 69 સભ્યોની સાથે ભાજપ સૌથી મોટુ દળ છે. જો કે હાલનાં દિવસોમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ગઠબંધનથી બહાર ગયા બાદ અને શિવસેના અકાલી દળનાં અયોગ્ય વલણને જોતા મોદી સરકાર સામે એનડીએનાં ઘટક દળોને જાળવી રાખવા એક મોટો પડકારનો સામનો કરવો પડી શકે છે. કહેવાઇ રહ્યું છે કે ભાજપ ઉચ્ચ સદનમાં અકાલી દળથી નરેશ ગુજરાલને ઉમેદવાર બનાવવા અંગે વિચારી કરી રહ્યા છે. મોદી સરકારની આ રણનીતિ પાછળનો ઇરાદો એક તીરથી બે નિશાન લગાવવાનો છે. જેનાં કારણે પહેલા તો નારાજ અકાલી દળ તો રાજી થાય જ પરંતુ સાથે સાથે આ દાવ દ્વારા બિન એનડીએ દળો એટલે સુધી કે ટીડિપીને પણ પોતાની સાથે જોડી શકાય.

સર્વસંમતીથી સભાપતિની પસંદગી કરવામાં આવે.
ઉપસભાપતિ પીજે કુરિયનને વિદાઇ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના આવાસ પર આયોજીત ટી પાર્ટીમાં વેંકૈયા નાયડૂએ તે વાત પર જોર આફ્યું કે સત્તારૂઢ અને વિપક્ષી દળ સર્વસમ્મતીથી કુરિયનનાં સ્થાન પર નવા ઉપસભાપતિ પસંદ કરી લે. ઉપસભાપતિ વેંકૈયા નાયડૂનું માનવું છે કે આ પદ અત્યાર સુધી સર્વ સમ્મતીથી ચૂંટણી થાય તેવી પરમ્પરા છે. માટે તે મુદ્દે કોઇ પણ પ્રકારનાં વિવાદો અને ટક્કરથી બચવું જોઇએ. 

કોની કેટલી શક્તિ ?
245 સભ્યોની રાજ્યસભામાં પોતાનાં ઉપસભાપતિ માટે 122 સભ્યોનાં સમર્થનની જરૂર હોય છે. 69 સભ્યોની સાથે ભાજપ સૌથી મોટુ દળ છે. એનડીએનું 108 સભ્યોનાં સમર્થનનો દાવો છે. જેમાં ભાજપનાં 69, એઆઇડીએમકેનાં 13, જદયુનાં 6, શિવસેના અને અકાલીદળનાં 3-3 સભ્યો ઉપરાંત અપક્ષ 6 અને ત્રણ માનદ સભ્યોનો સમાવેશ થાય છે. 
બીજી તરફ વિપક્ષનાં જુથમાં કોંગ્રેસનાં 50, ટીએમસી અને સપાનાં 13-13, ટીડીપીનાં 6, આરજેડીનાં 5 અને બસપા, એનસીપી તથા ડીએમકેનાં 4-4 સભ્યોનો સમાવેશ થાય છે. કેટલાક દળો એવા પણ છે જેમણે પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. તેમાં બીજદ, વાઇએસઆર કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે જેમણે પોતાનાં પક્ષમાં લાવવા માટે વિપક્ષનાં એવા ઉમેદવારોને પસંદ કરવા પડશે જેના દ્વારા તમામ બિન એનડીએ દળોને એક છાપરા નીચે લાવી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news