બિહાર: પૂરના કારણે સ્થિતિ ખુબ ગંભીર, અત્યાર સુધી 13 લોકોના મોત 

નેપાળથી આવતી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર જોવા મળી રહ્યાં છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે.

બિહાર: પૂરના કારણે સ્થિતિ ખુબ ગંભીર, અત્યાર સુધી 13 લોકોના મોત 

પટણા: નેપાળથી આવતી નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર જોવા મળી રહ્યાં છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે. અસમના મોટા  ભાગના જિલ્લા બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓના કારણે પુરગ્રસ્ત છે. બિહારમાં અરરિયા, મધુબની, સમસ્તીપુર સહિત 11 જિલ્લાઓમાં પુરના પાણી પ્રસરી રહ્યાં છે. કમળા નદી સહિત અનેક નદીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુરથી અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. બિહારમાં કૌસી બેરાજના તમામ 56 ગેટ ખોલ્યા બાદ રાજ્યમાં પુરની સ્થિતિ રવિવારે વધુ ગંભીર બની છે. 

અરરિયા જિલ્લામાં પુરથી અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. ડીએમ બૈદ્યનાથ યાદવે આ અંગે જાણકારી આપી. પ્રશાસને તમામ મૃતકોના પરિજનોને ચાર લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. સીતામઢીમાં 2 અને કિશનગંજ-શિવહરમાં એક એક વ્યક્તિના મોત થયા છે. ચાર લોકો હજુ લાપત્તા કહેવાય છે. પુરના વધતા ખતરાનું સીએમ નીતિશકુમારે રવિવારે હવાઈ સર્વેક્ષણ કર્યું. 

સીએમ નીતિશકુમારે રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. તેમણે હેલિકોપ્ટરથી પૂર પ્રભાતવિ વિસ્તારોનો સર્વે કર્યો. આ સાથે જ તેમણે સર્વે બાદ વિસ્તારોમાં પૂર બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યાં છે. 

જુઓ LIVE TV

બિહાર રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યના 6 જિલ્લા પૂરથી પ્રભાવિત છે જ્યાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. રાજ્યમાં પ્રમુખ નીદોના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી નવા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસવાની આશંકા છે. બિહારની સાથે સાથે નેપાળમાં પણ ભારે વરસાદના કારણે નેપાળથી આવતી નદીઓ અનેક જગ્યાઓ પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 

બિહાર  જળ સંસાધન વિભાગના પ્રવક્તા અરવિંદકુમાર સિંહે રવિવારે જણાવ્યું કે લખનદેઈ નદી મુઝફ્ફરપુરના ગાયઘાટ, બાગમતી મુઝફ્ફરપુરના ઔરાઈ, કમલા બલાન અને અધવાડા નદી દરભંગામાં ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news