BJP Presidential Candidate: રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની પ્રશંસામાં શું બોલ્યા પીએમ મોદી? જાણો

BJP Presidential Candidate: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દ્રૌપદી મુર્મૂની નીતિગત મામલાની સમજ અને તેમના દયાળુ સ્વભાવથી આપણા દેશને ખુબ લાભ થશે. 

BJP Presidential Candidate: રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની પ્રશંસામાં શું બોલ્યા પીએમ મોદી? જાણો

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. સંસદીય બોર્ડની બેઠક બાદ મંગળવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની ઉમેદવારીની જાહેરાત કરી છે. 

ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે મને વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મૂ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ બનશે. તેમણે પોતાનું જીવન સમાજની સેવા ગરીબો, દલિતો તથા હાશિયા પર રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું છે. 

પીએમ મોદીએ કહ્યુ, 'લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને ફાયદો થશે.'

— Narendra Modi (@narendramodi) June 21, 2022

— Narendra Modi (@narendramodi) June 21, 2022

સશક્તિકરણમાં પોતાનું જીવન પસાર કર્યું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, 'દ્રૌપદી મુર્મૂએ સમાજની સેવા અને ગરીબો, વંચિતો અને શોષિતોના સશક્તિકરણમાં પોતાનુ જીવન આપી દીધુ. તેમની પાસે સમૃદ્ધ વહીવટી અનુભવ છે અને રાજ્યપાલના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઉત્કૃષ્ટ રહ્યો. મને વિશ્વાસ છે કે તે આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે.'

તો ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ, 'આજે દેશ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે, જ્યારે નરેન્દ્રના નેતૃત્વ તથા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં એનડીએના રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરી છે. આ નિર્ણય જનજાતીય ગૌરવને નવા શિખર પર લઈ જવાનું કામ કરશે. તેથી હું પીએમ મોદીને અભિનંદન આપુ છું.'

ये निर्णय जनजातीय गौरव को नए शिखर पर ले जाने का काम करेगा। इसके लिए मोदी जी का अभिनन्दन करता हूँ।

— Amit Shah (@AmitShah) June 21, 2022

દ્રૌપદી મુર્મૂ 25 જૂને પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. સૂત્રો પ્રમાણે ભાજપે 24 અને 25 જૂને પોતાના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને દિલ્હીમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news