આ રાજ્યમાં Weekends પર મંદિર જવા પર પ્રતિબંધ, BJP વ્યક્ત કર્યો વિરોધ
તમિલનાડુ સરકારે વીકેંડ પર મંદિર રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે વિવાદ ઉભો કર્યો છે. ભાજપ સરકાર પાસેથી અઠવાડિયાના તમામ દિવસ મંદિર ખોલવાની અપીલ કરી રહી છે.
Trending Photos
ચેન્નઇ: તમિલનાડુ સરકારે વીકેંડ પર મંદિર રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયે વિવાદ ઉભો કર્યો છે. ભાજપ સરકાર પાસેથી અઠવાડિયાના તમામ દિવસ મંદિર ખોલવાની અપીલ કરી રહી છે. ભાજપ સરકાર પાસે અઠવાડિયાના તમામ દિવસ મંદિર ખોલવાની અપીલ કરી રહી છે. હાલ રાજ્યમાં કોવિડ મહામારીને ફેલાતા રોકવાનો હવાલો આપતાં મંદિર દર્શ માટે અઠવાડિયાના ચાર દિવસ જ મંદિર ખુલ્લા રહે છે અને ત્રણ દિવસ બંધ રહે છે.
ભાજપે કર્યું રાજ્યભરમાં પ્રદર્શન
તમિલનાડુ સરકારના આ નિર્ણય વિરૂદ્ધ ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપે માંગ કરી કે સપ્તાહના તમામ દિવસ મંદિર ખોલવામાં આવે. જોકે સત્તારૂઢ પાર્ટી DMK એ આશ્વાસન આપ્યું છે કે મહામારીનો ખતરો ઓછો થતાં મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અઠવાડિયા માટે મંદિરને ખોલવાનો નિર્ણય લેશે. રાજ્યના હિંદુ ધાર્મિક તથા પરમાર્થ અનુદાન મંત્રી પીકે શેખર બાબૂએ કહ્યું કે 'કેંદ્ર સરકારની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દિવસમાં મંદિર રહે છે બંધ
તમને જણાવી દઇએ કે તમિલનાડુ સરકારે કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં શ્રદ્ધાળુઓને સોમવારે મંગળવારે, બુધવાર અને ગુરૂવારે જ મંદિર જવાની પરવાનગી છે. શુક્રવાર, શનિવાર અને રવિવારએ મંદિરમાં પ્રવેશની પરવાનગી નથી. જોકે હાલમાં પુજારી નિયમિત પૂજા અર્ચના કરી રહ્યા છે.
સરકાર પોતાની વિચારધારા થોપી રહી
સરકારના આ નિર્ણય વિરૂદ્ધ ભાજપ પ્રદેશના અધ્યક્ષ કે. અન્નામલાઇએ કહ્યું કે રાજ્ય સરકર વીકેંડ પર મંદિરોમાં પૂજા અર્ચના પર પ્રતિબંધ હટાવે અને ચેતાવણી આપી છે કે જો સરકાર પોતાની વિચારધારને થોપવાનો પ્રયત્ન કરી તો તેને લોકોને રોષ સહન કરવો પડશે. અન્નામલાઇએ કહ્યું કે વીકેંડ પર મંદિરમાં દર્શન કરવા પર પ્રતિબંધ લગાવીને રાજ્ય સરકાર શ્રદ્ધાળુઓ પર પોતાની વિચારધારા થોપવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus) જનિત મહામારીનું બહાનું બનાવીને શુક્રવારથી રવિવાર સુધી મંદિરોને બંધ રાખવાનો કોઇ અર્થ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે