ભાજપે કરી જાહેરાત, બિહારથી સુશીલ કુમાર મોદી બન્યા રાજ્યસભાના ઉમેદવાર

તમને જણાવી દઇએ કે 14 ડિસેમ્બરના રોજ રાજ્યસભા સીટ યોજાવવાની છે. 3 ડિસેમ્બરથી રાજ્યસભા ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થશે. સુશીલ મોદી બિહારના રાજકારણમાં ઘણા દાયકાઓથી સક્રિય છે.

Updated By: Nov 27, 2020, 09:22 PM IST
ભાજપે કરી જાહેરાત, બિહારથી સુશીલ કુમાર મોદી બન્યા રાજ્યસભાના ઉમેદવાર

પટના: બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી (Sushil Kumar Modi)ને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધનથી સીટ ખાલી થયા બાદ ભાજપે સુશીલ મોદીને બિહારથી ઉમેદવાર બનાવ્યા છે. સંજય મયૂખે આ વાતની જાણકારી આપી છે.

તમને જણાવી દઇએ કે 14 ડિસેમ્બરના રોજ રાજ્યસભા સીટ યોજાવવાની છે. 3 ડિસેમ્બરથી રાજ્યસભા ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થશે. સુશીલ મોદી બિહારના રાજકારણમાં ઘણા દાયકાઓથી સક્રિય છે. ગત 15 વર્ષોથી તે સતત બિહારના ઉપમુખ્યમંત્રી  હતા અને એમએલસી પણ છે. આ વખતે વિધાનસભા ચૂંટણી બાદ ભાજપે તેમને ઉપમુખ્યમંત્રી ના બનાવીને તારાકિશોર પ્રસાદ અને રેનુ દેવીને બનાવ્યા છે. 

તમને જણાવી દઇએ કે 3 ડિસેમ્બર સુધી ઉમેદવારી ભરવાની રહેશે અને 4 ડિસેમ્બરના રોજ સ્ક્રૂટની કરવામાં આવશે. ઉમેદવારે સાત ડિસેમ્બરના રોજ પોતાની દાવેદારી પરત લઇ શકે છે. જરૂરિયાત પડતાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થશે. ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ સુશીલ મોદીનું રાજ્યસભામાં જવું ફાઇનલ ગણવામાં આવે છે. 

બિહારના રાજકારણનો મોટો ચહેરો
સુશીલ મોદી આજે પણ બિહારના રાજકારણમાં પ્રાસંગિક બનેલા છે. પાર્ટીની અંદર અને બહાર બંને જગ્યા આજે પણ કોઇ સુશીલ મોદીનો કિલ્લો તોડી શક્યું નથી. સૂત્રો તો એમ પણ કહે છે કે જો ભાજપની અંદર થોડો પણ નીતીશ કુમાર વિરૂદ્ધ અવાજ ઉઠે છે તો સુશીલ મોદી આગળ આવીને ઉભા થઇ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube