અટલ જયંતિ પર BJP એ શરૂ કર્યું ફન્ડીંગ કેમ્પેન, પીએમ મોદીએ દાન કર્યા આટલા રૂપિયા
આવતા વર્ષે દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી જંગમાં ભાજપ પોતાના કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે સતત આક્રમક અભિયાન ચલાવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ આવતા વર્ષે દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી જંગમાં ભાજપ પોતાના કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે સતત આક્રમક અભિયાન ચલાવી રહ્યું છે.
પીએમ મોદીએ પણ ફંડમાં કર્યું દાન
પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ની જન્મજયંતિ પર ભાજપે શનિવારથી વિશેષ દાન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ધ્યેય તેના સભ્યો અને અન્ય લોકોની મદદથી પાર્ટીના સંચાલન માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ અભિયાનમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓએ પૈસા દાનમાં આપ્યા અને બાકીના લોકોને પણ ફંડ આપવાની અપીલ કરી હતી.
'ભાજપને મજબૂત કરો, દેશને મજબૂત કરો'
દાન બાદ પીએમ મોદી (Narendra Modi) એ ટ્વિટ કરીને કહ્યું કે, 'મેં ભારતીય જનતા પાર્ટીના ફંડમાં એક હજાર રૂપિયા દાન કર્યા છે. આ વિશેષ અભિયાનથી રાષ્ટ્ર પ્રથમના આપણા આદર્શ અને જીવન પર્યંત નિઃસ્વાર્થ સેવાના આપણા કાર્યકરોની સંસ્કૃતિને વધુ મજબૂત કરશે. ભાજપને મજબુત બનાવવા માટે યોગદાન આપો, દેશને મજબૂત કરવા માટે યોગદાન આપો.
'નમો એપ દ્રારા લેવામાં આવશે દાન'
તો બીજી તરફ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક ટ્વીટમાં કહ્યું, 'અમારા કાર્યકર્તાઓ આ વિશેષ અભિયાન હેઠળ લાખો લોકોનો સંપર્ક કરશે. નમો એપનું ડોનેશન મોડ્યુલ આ દાનની રકમ એકત્ર કરવાનું માધ્યમ બનશે. હું વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રવાદી ચળવળને મજબૂત કરવા લોકોના આશીર્વાદ માંગું છું.
'11 ફેબ્રુઆરી સુધી ચાલશે અભિયાન'
જેપી નડ્ડા (JP Nadda) એ કહ્યું કે આ અભિયાન 25 ડિસેમ્બરથી શરૂ થશે અને 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. તે દિવસે પાર્ટીના વિચારક દીન દયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે જનતાના સહયોગથી મળેલ આ ફંડનો ઉપયોગ પાર્ટી ચલાવવા માટે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે