The Kashmir Files હાઉસફૂલ હોવા છતાં ભાજપે રાહુલ અને સોનિયા ગાંધીને આ ફિલ્મ જોવા માટે ટિકિટો મોકલી આપી!

The Kashmir Files પર રાજનીતિ : ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ અને કમલનાથને પત્ર લખીને ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોવાની માગ કરી અને સાથે ટિકિટો પણ મોકલી. એટલું જ નહીં અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશ સહિતના ભાજપ શાસિત રાજ્યની સરકારોએ તેમના રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

  • The Kashmir Files પર ગરમાયું રાજકારણ
  • ભાજપે સોનિયા ગાંધી, રાહુલ ફિલ્મ જોવા ટિકિટો મોકલી
  • સડકથી સંસદ સુધી પહોંચ્યો ફિલ્મનો વિવાદ
  • કશ્મીર ફાઈલ્સથી...હંગામા હૈ ક્યૂં બરપા...

Trending Photos

The Kashmir Files હાઉસફૂલ હોવા છતાં ભાજપે રાહુલ અને સોનિયા ગાંધીને આ ફિલ્મ જોવા માટે ટિકિટો મોકલી આપી!

નવી દિલ્લીઃ કાશ્મીરી પંડિતોના દર્દની દાસ્તાન એટલે ધ કશ્મીર ફાઈલ્સ. આ ફિલ્મને લઈને સડકથી લઈને સંસદના ગલિરા સુધી વિવાદ ઉભો થયો છે. સિનેમાનો આ મામલો સોશિયલ મીડિયા પર પણ હંગામો મચાવી રહ્યો છે. કારણકે, આ માત્ર એક ફિલ્મ નથી આ હકિકત અને વાસ્તવિકતાનો ચિતાર છે. કાશ્મીરમાં રહેતાં કશ્મીરી પંડિતો સાથે જે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, તેમને જે યાતના આપવામાં આવી હતી, જે રીતે તેમની સાથે અત્યાચારો કરવામાં આવ્યાં હતાં તે દર્દને આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

ત્યારે હવે આ ફિલ્મને લઈ રાજનીતિ ગરમાઈ છે. ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર રાજનીતિ એ હદે ગરમાઈ છેકે, ભાજપે સોનિયા ગાંધી, રાહુલ અને કમલનાથને ફિલ્મ જોવા માટે પત્ર લખ્યો અને સાથે ટિકિટો પણ મોકલી! આખરે સમગ્ર મામલો શું છે અને હંગામા હૈ ક્યૂ બરપા...એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. મધ્યપ્રદેશમાં કાશ્મીર ફાઈલને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજનિતી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી,દિગ્વિજય સિંહ અને કમલનાથને પત્ર લખીને ફિલ્મ જોવાની માગ કરી અને સાથે ટિકિટો પણ મોકલી.

ભાજપના સાંસદ અને મધ્યપ્રદેશના રાજ્ય પ્રવક્તા ડૉ. દુર્ગેશ કેસવાણી અને મહેશ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને માગણી કરી છે કે તેઓએ એકવાર ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવી જોઈએ.કેસવાનીએ કહ્યું કે કાશ્મીરી હિંદુઓ પરના અત્યાચાર, સામૂહિક નરસંહાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દરેક વ્યક્તિએ જોવી જોઈએ.તમને જણાવી દઈએ કે, કેસવાનીએ એક પત્ર લખીને કોંગ્રેસ હાઈકમાન્ડને રાજકીય વિચારધારા છોડીને કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચારની પીડા અનુભવવા વિનંતી કરી છે. પત્રની સાથે રાજ ટોકીઝની દરેકને ટિકિટ પણ મોકલવામાં આવી હતી.

એટલું જ નહીં કેસવાણીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં દરેક દર્દનાક ઘટના પાછળ કોંગ્રેસનો હાથ છે. આ જ કારણ છે કે આજે આ પાર્ટી ભારતના રાજકીય સ્પેક્ટ્રમમાંથી લગભગ સંકોચાઈ ગઈ છે. તેમણે ભાગલા સમયે લાખો હિન્દુ પરિવારોની પીડા જોઈ ન હતી. કોંગ્રેસના કારણે જ ભાગલા સમયે લાખો લોકોએ પોતાની સંસ્કૃતિ, પોતાનું ઘર, માતૃભૂમિ અને પરિવારના સભ્યો પણ છોડી દીધા હતા. શીખ રમખાણો અને ભોપાલ ગેસ દુર્ઘટનાના દોષિત વોરેન એન્ડરસન સાથે કોંગ્રેસનું જોડાણ, ત્યારબાદ કાશ્મીરી હિંદુઓના નરસંહાર સાથે. આ પાર્ટી સામાન્ય લોકો પાસેથી મત લે છે, પરંતુ તેની સાંઠગાંઠ હંમેશા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ સાથે રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news