Assembly Elections: વિધાનસભા ચૂંટણીમાં સારા પરિણામો માટે આ છે ભાજપની રણનીતિ, PM મોદી અને યાત્રા બનશે સારથી

Assembly Elections: લોકસભા ચૂંટણી 2024 પહેલા આ વર્ષમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી લીધી છે. ભાજપના મુખ્ય ચહેરો એવા પ્રધાનમંત્રી મોદી અને યાત્રાઓના સહારે ભાજપ આ ચૂંટણીઓ જીતવાની તૈયારીમાં છે.

Assembly Elections: વિધાનસભા ચૂંટણીમાં સારા પરિણામો માટે આ છે ભાજપની રણનીતિ, PM મોદી અને યાત્રા બનશે સારથી

લોકસભા ચૂંટણી 2024 પહેલા આ વર્ષમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપે રણનીતિ તૈયાર કરી લીધી છે. ભાજપના મુખ્ય ચહેરો એવા પ્રધાનમંત્રી મોદી અને યાત્રાઓના સહારે ભાજપ આ ચૂંટણીઓ જીતવાની તૈયારીમાં છે. પીએમ મોદીને ચૂંટણીનો ચહેરો બનાવવાની ફોર્મ્યૂલા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપનાવી ચુક્યું છે. 

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જન વિશ્વાસ રથ યાત્રાનો વ્યાપક લાભ મળ્યાનું ભાજપના સૂત્રોનું કહેવું છે. યુવાનો અને મહિલાઓમાં પીએમના ખૂબ જ આકર્ષણના કારણે તેમની અચાનક થયેલી બીજી રેલી કામ કરી દઈ. તો મધ્યપ્રદેશમાં ચાલી રહેલી જન વિકાસ યાત્રા અને રાજસ્થાનની જન વિકાસ યાત્રાને સારું સમર્થન મળ્યું છે. કારણ કે તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. એવામાં પાર્ટીએ આ વર્ષે પણ તમામ ચૂંટણી વાળા રાજ્યોમાં અલગ-અલગ નામથી યાત્રા કાઢવાની યોજના બનાવી છે. જેના પર જલ્દી જ કામ શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ કરીને જે રાજ્યમાં પાર્ટી સતામાં છે ત્યાં તેની યોજના સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની રણનીતિ છે. આ જ રીતે આ યાત્રાઓના નામ રાખવામાં આવ્યા છે. એટલે કે મધ્યપ્રદેશમાં પાર્ટી વિકાસ યાત્રા તો કર્ણાટકમાં વિજય સંકલ્પ યાત્રા કરવામાં આવી રહી છે. ત્રિપુરામાં જન વિશ્વાસ યાત્રા કરવામાં આવી. જ્યાં પાર્ટી સત્તામાં નથી ત્યાં તેમનું જોર શાસક પક્ષની ખામીઓ ગણાવવાનું છે. એટલે જ રાજસ્થાનમાં જન આક્રોશ યાત્રા, તેલંગાણામાં પ્રજા ગોસા, ભાજપ ભરોસા યાત્રા કરવામાં આવી રહી છે.

યાત્રાથી જનતા સુધી પહોંચવાના આ પ્રયાસમાં બુધવારથી તેલંગાણામાં પ્રજા ગોસા પ્રજા ભરોસા યાત્રા તો કર્ણાટકમાં વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કર્ણાટકમાં રાજ્યના ચાર ખુણાથી ચાર યાત્રા નિકળી રહી છે. બંને રાજ્યોમા સમાપન પીએમ મોદીની રેલીથી થશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news