BCCI એ મહિલા ટીમનો કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, જાણો કોને મળશે સૌથી વધુ પગાર

ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. કુલ ત્રણ ગ્રેડમાં જાહેર કરવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં 19 મહિલા ખેલાડીઓનો સમાવેશ થયો છે. 

BCCI એ મહિલા ટીમનો કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, જાણો કોને મળશે સૌથી વધુ પગાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (સીનિયર) ના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી હશે. બીસીસીઆઈની નવી યાદીમાં કેટલાક ખેલાડીઓને પ્રથમવાર કોન્ટ્રાક્ટ મળ્યો છે, તો કેટલીક ખેલાડીઓને બહાર કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓને ત્રણ કેટેગરીમાં વાર્ષિક ચુકવણી કરે છે. આ કેટેગરી ગ્રેડ એ, બી અને સી હોય છે. 

બીસીસીઆઈ ગ્રેડ એમાં આવતા ખેલાડીઓને 50 લાખ, ગ્રેડ બીમાં આવતા ખેલાડીઓને 30 લાખ અને ગ્રેડ સીના ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયા આપે છે. આ વખતે ગ્રેડ એમાં માત્ર ત્રણ ખેલાડીઓને જગ્યા મળી છે. જેમાં હરમનપ્રીત કૌર, પૂનમ યાદવ અને સ્મૃતિ મંધાનાનું નામ છે. 

ગ્રેડ એ (વાર્ષિક 50 લાખ)
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવ.

ગ્રેડ બી (વાર્ષિક 30 લાખ)
મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, દીપ્તિ શર્મા, પુનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, તાન્યા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ.

ગ્રેડ સી (10 લાખ) 
માનસી જોશી, અરૂંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, હરલીન દેઓલ, પ્રિયા પૂનિયા, રિચા ઘોષ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news