લાઉડસ્પીકર જો ગણેશોત્સવ પર નુકસાનકારક હોય તો ઈદ ઉપર પણ નુકસાનકારક: હાઈકોર્ટ

હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલ કરતા વધુ મોટા અવાજે લાઉડસ્પીકર વાગે તે નુકસાનકારક હોય તો પછી ઈદમાં પણ તેની એ જ અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ ઈદ મિલાદ ઉન નબીના જૂલુસોમાં મોટેથી લાઉડસ્પીકરવું વાગવું એ ખોટું છે.

લાઉડસ્પીકર જો ગણેશોત્સવ પર નુકસાનકારક હોય તો ઈદ ઉપર પણ નુકસાનકારક: હાઈકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલ કરતા વધુ મોટા અવાજે લાઉડસ્પીકર વાગે તે નુકસાનકારક હોય તો પછી ઈદમાં પણ તેની એ જ અસર થાય છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ જ ઈદ મિલાદ ઉન નબીના જૂલુસોમાં મોટેથી લાઉડસ્પીકરવું વાગવું એ ખોટું છે. મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ અમિત બોરકરની ખંડપીઠે ઈદ મિલાદ ઉન નબીના જૂલુસો દરમિયાન ડીજે, લેઝર લાઈટ, વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરનારી અનેક જનહિત અરજીઓ (પીઆઈએલ) પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી. 

જનહિત અરજીઓમાં દાવો કરાયો હતો કે ન તો કુરાન અને ન તો હદીસ (ધાર્મિક પુસ્તકો)માં ડીજે સિસ્ટમ અને લેઝર લાઈટના ઉપયોગનો ઉલ્લેખ છે. પીઠે ગણેશ ઉત્સવની બરાબર મહિના પહેલા પાસ થયેલા આદેશનો હવાલો આપ્યો જેમાં તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયમ 2000 હેઠળ ઉલ્લેખિત મર્યાદા કરતા વધુ અવાજ કરતી ધ્વનિ સિસ્ટમ અને લાઉડ સ્પીકરોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા પર ભાર મૂકાયો હતો. 

અરજીકર્તાના વકીલ ઓવૈસ પેચકરે કોર્ટને પોતાના પહેલા આદેશમાં ઈદને પણ જોડવાની અપીલ કરી જેના પર પીઠે કહ્યું કે તેની જરૂર નથી કારણ કે આદેશમાં જાહેર તહેવારનો ઉલ્લેખ કરાયો છે. કોર્ટે અરજીઓની પતાવટ કરતા કહ્યું કે જો ગણેશ ચતુર્થીના અવસરે હાનિકારક હોય તો તે ઈદ ઉપર પણ હાનિકારક છે.  લેઝર લાઈટના ઉપયોગ પર પીઠે અરજીકર્તાઓને કહ્યું કે મનુષ્યો પર આવી લાઈટોના હાનિકારક પ્રભાવો અંગે વૈજ્ઞાનિક પુરાવા દેખાડો.

પેનલે કહ્યું કે આવી અરજીઓ દાખલ કરતા પહેલા યોગ્ય સંશોધન થવું જોઈએ. જજોએ કહ્યું કે, તમે રિસર્ચ કેમ ન કર્યું? જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે એ સાબિત ન થાય કે તેનાથી મનુષ્યોને નુકસાન થાય છે અમે કેવી રીતે આવા મુદ્દે નિર્ણય લઈ શકીએ? બેન્ચે કહ્યું કે અરજીકર્તાઓને પ્રભાવી નિર્દેશ આપવા મામલે કોર્ટેની મદદ કરવી જોઈએ. હાઈકોર્ટે કહ્યું કે, આ જ સમસ્યા છે. જનહિત અરજી દાખલ કરતા પહેલા તમારે પાયાની શોધ કરવી જોઈએ. તમારે પ્રભાવી નિર્દેશ આપવા મુદ્દે કોર્ટેની મદદ કરવી જોઈએ. અમે વિશેષજ્ઞ નથી. અમને લેઝરનો એલ પણ ખબર નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news