#BoycottTIME: PM મોદીની બદનામીથી વધશે TIME નું વેચાણ?

TIME મેગેજીનમાં દુનિયામાં 100 પ્રભાવશાળી લોકોમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે શાહીન બાગની બિલકિસ બાનોને પણ રાખવામાં આવી છે. એવામાં TIME ના ઇરાદાઓ પર સવાલ ઉઠવા લાગ્યા છે.

#BoycottTIME: PM મોદીની બદનામીથી વધશે TIME નું વેચાણ?

નવી દિલ્હી: TIME મેગેજીનમાં દુનિયામાં 100 પ્રભાવશાળી લોકોમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે શાહીન બાગની બિલકિસ બાનોને પણ રાખવામાં આવી છે. એવામાં TIME ના ઇરાદાઓ પર સવાલ ઉઠવા લાગ્યા છે.

'શાહીન બાગ' લોકતંત્ર વિરોધનો અડ્ડો, ભારતના વિરૂદ્ધ કાવતરાનો અડ્ડો, દેશને રાજધાનીને બંધક બનાવવાનો અડ્ડો, ટુક્ડે-ટુકડે ગેંગનો અડ્ડો, દેશવિરોધી નારેબાજીનો અડ્ડો, દિલ્હી રમખાણોનો અડ્ડો, શરજીલ ઇમામથી માંડીને શરજીલ ઉસ્માની સુધીનો અડ્ડો, મુસલમાનોને ભડકાવવાનો સૌથી મોટો અડ્ડો, તમામ લોકતાંત્રિક સંવૈધાનિક મૂલ્યોની ધજિયા ઉડાવવાનો અડ્ડો, તે શાહીન બાગ જેને આંદોલનના નામે હિંદુસ્તાન વિરૂદ્ધ સૌથી મોટા કાવતરાને અંજામ આપ્યો તેને આંતરરાષ્ટ્રીય પત્રિકા ટાઇમએ માન્યતા આપવાનો પ્રયત્ન કર્યો છે. 

શાહીન બાગમાં સામેલ એક મહિલાને ટાઇમ મેગેજીને 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે આખરે ભારતને ગાળ આપવાનો ટાઇમને તાળી કેમ? હિંદુસ્તાન વિરૂદ્ધ સૌથી મોટું કાવતરું કરનાર ટુકડે-ટુકડે ગેંગ દેશવિરોધી ગેંગ સાથે ટાઇમ મેગેજીનને આટલો પ્રેમ કેમ? શું TIME ને 'શાહીન બાગ' પસંદ છે?

આ મુદ્દે તમે શું વિચારો છો #BoycottTIME પર ટ્વીટ કરી અમને તમને તમારો અભિપ્રાય આપો.

અત્રે ઉલ્લેખનીય છે કે જાણિતી અમેરિકન મેગેજીન TIME મેગેજીનમાં 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પીએમ નરેન્દ્ર મોદીને સામેલ કરવામાં આવ્યા છે. પીએમ ઉપરાંત મેગેજીનમાં બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના, ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, એડ્સની સારવારને શોધવાની દિશામાં કામ કરનાર લંડન નિવાસી ભારતીય મૂળના ડોક્ટર રવીન્દ્ર ગુપ્તા, શાહીનબાગ આંદોલનથી ચર્ચામાં આવેલી બિલ્કિસ બાનો સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news