બીએસએફે ભારતની સરહદમાં ઘુસીને જાસૂસી કરનાર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
સવારે આશરે 5 કલાક આસપાસ સરહદ ચોકી પંસારના ક્ષેત્રમાં આકાશમાં એક ડ્રોનને ફરતુ જોયું હતું.
Trending Photos
જમ્મુઃ સરહદ સુરક્ષા દળ (BSF)એ શનિવારે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનના એક ડ્રોનને તોડી પાડ્યું છે.
અધિકારીઓએ જણાવ્યુ કે, બીએસએફની એક ટુકડીએ સવારે આશરે 5 કલાક 10 મિનિટ પર સરહદ ચોકી પંસારના ક્ષેત્રમાં આકાશમાં એક ડ્રોનને જોયુ હતુ. પછી બીએસએફના જવાનોએ 9 ગોળીઓ ચલાવીને ડ્રોનને ભારતીય ક્ષેત્રમાં 250 મીટરની અંદર તેને તોડી પાડ્યું હતું.
બીએસએફ અને પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યાં છે.
કોરોના કાળમાં પાકિસ્તાની સેના પર વધ્યો દબાવ, ખતરામાં ઇમરાન ખાનની ખુરશી
આ વચ્ચે અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાની રેન્જર્સે સવારે આશરે 9 કલાકે હીરાનગર સેક્ટમાં બબિયા ચોકી પર ગોળીઓ ચલાવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત બીએસએફે જવાબી કાર્યવાહી કરી નથી. તે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે