Jammu and Kashmir: પાકની નાપાક હરકત, પાનરમાં BSF ને મળી વધુ એક ગુપ્ત સુરંગ

પાકિસ્તાન  (Pakistan) પોતાની નાપાક હરકતો છોડી રહ્યું નથી. સતત આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરના રસ્તે ભારત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ સેના વળતો જવાબ આપી રહી છે. 
 

 Jammu and Kashmir: પાકની નાપાક હરકત, પાનરમાં BSF ને મળી વધુ એક ગુપ્ત સુરંગ

જમ્મુઃ સીમા સુરક્ષા દળ (BSF) એ શનિવારે જમ્મુના હીરાનગર સેક્ટરના પાનસર વિસ્તારમાં પાકિસ્તાનના વધુ એક ટનલના ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે. આ ટનલ (Tunnel) ની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 30 ફૂટ છે. પાછલી ટનલની જેમ આ ટનલ પણ પાકિસ્તાનના શંક્કરગઢ વિસ્તારથી કાઢવામાં આવી, જે જૈશ મિલિટેન્ટ્સનું મોટું લોન્ચિંગ પેડ છે. 

એન્ટી-ટનલિંગ ડ્રાઇવ
બીએસએફ તરફથી પુષ્ટિ કરતા કહેવામાં આવ્યું છે કે ગુપ્ત સૂચનાના આધાર પર બીએસએફ (BSF) ની ટુકડીઓએ જમ્મુના પાનસર વિસ્તારમાં એક એન્ટી-ટનલિંગ ડ્રાઇવ દરમિયાન આજે એક 150 મીટર લાંબી અને 30 ફુડ પહોળી સુરંગની માહિતી મળી છે. આ બીએસએફ દ્વારા સાંબા, હીરાનગર અને કઠુઆ ક્ષેત્રમાં છેલ્લા છ મહિનામાં શોધવામાં આવેલી ચોથી અને જમ્મુ ક્ષેત્રમાં 10મી સુરંગ છે. 

— BSF (@BSF_India) January 23, 2021

પાકિસ્તાનની હરકતો પર નજર
આ ટનલનું નિર્માણ પાકિસ્તાન ગુપ્તચર તંત્ર દ્વારા આતંકીઓની ભારતમાં ઘુષણખોરી કરાવવા માટે કરવામાં આવ્યું હતું. BSF દ્વારા 10 દિવસની અંદર આ બીજી સુરંગની જાણકારી મેળવવામાં આવી છે. બીએસએફ સતત પાકિસ્તાનની હરકતો પર નજર રાખી રહ્યું છે. સેના સતત આતંકીઓના ઘુષણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ પ્રમાણે પાકિસ્તાન સુરંગો ખોદવા માટે પ્રોફેશનલ એન્જિનિયરોની મદદ લઈ રહ્યું છે, પરંતુ ભારતીય સેના પાકની દરેક ચાલનો જવાબ આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news