Budget Session 2020 LIVE: સંસદ પહોંચ્યા પીએમ મોદી કહ્યું- આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા ગયા છે. સંસદ જતાં પહેલાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. આ સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા ગયા છે. સંસદ જતાં પહેલાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. આ સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે. આ દાયકામાં પણ અમે આ દિશામાં આગળ વધીશું. બંને સદનોમાં આર્થિક વિષયો પર ખૂબ વ્યાપક ચર્ચા થવી જોઇએ અને દિવસે ને દિવસે આ ચર્ચા સમૃદ્ધ થતી રહે.
PM Modi: We all should make sure that in this session, we lay a strong foundation for this decade. This session will be focussed mainly on economic issues. I want that in both houses there are good debates on these issues. #BudgetSession pic.twitter.com/VzLxr1rqFL
— ANI (@ANI) January 31, 2020
સંસદ ભવનમાં વિપક્ષી દળ નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસીના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા મોટા નેતા સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે હાથોમાં બ એનર લઇને ઉભા છે.
#WATCH Delhi: Opposition leaders including Congress Interim President Sonia Gandhi protest in front of Gandhi statue in Parliament premises, against #CAA_NRC_NPR #BudgetSession pic.twitter.com/wolQCzvz0Q
— ANI (@ANI) January 31, 2020
જોકે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે જોકે સર્વેક્ષણમાં દેશની અર્થવ્યવસ્થાની તસવીર અને તેમના પડકારો અને નિદાન વિશે જણાવવામાં આવશે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇને 3 એપ્રિલ સુધી પહોંચશે. આ દરમિયાન એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો બે માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ચાલશે.
રાષ્ટ્રપતિ સવારે 10.55 વાગે સંસદ ભવન પહોંચશે. જ્યાં પીએમ મોદી ઉપરાંત, લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ તેમનું નેતૃત્વ કરશે. રાષ્ટ્રપતિનું અભિભાષણ સવારે 11 વાગે શરૂ થશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ અડધા કલાકનો વિરામ રહેશે ત્યારબાદ બંને સદનોની કાર્યવાહી અલગ-અલગ ચાલશે જેમાં સરકાર દ્વારા 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે ભાષણમાં રાષ્ટ્રપતિ ના ફક્ત આ વર્ષ માટે મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે. પરંતુ 2024 સુધી મોદી સરકારની ભાવિ યોજનાઓની રૂપરેખા પણ દેશ સમક્ષ રજૂ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે