જ્યારે રાષ્ટ્રપતિએ નાગરિકતા કાનૂનનો કર્યો ઉલ્લેખ, કંઇક આ રીતે બદલાઇ ગયો સંસદનો માહોલ

સંસદનું બજેટ સત્ર (Budget session) આજથી શરૂ થઇ રહ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)ના ભાષણ દરમિયાન તે સમયે વિપક્ષે હંગામો કર્યો જ્યારે તેમણે નાગરિકતા સંશોધન કાનૂનનો ઉલ્લેખ કર્યો. 

જ્યારે રાષ્ટ્રપતિએ નાગરિકતા કાનૂનનો કર્યો ઉલ્લેખ, કંઇક આ રીતે બદલાઇ ગયો સંસદનો માહોલ

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર (Budget session) આજથી શરૂ થઇ રહ્યું છે. સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind)ના ભાષણ દરમિયાન તે સમયે વિપક્ષે હંગામો કર્યો જ્યારે તેમણે નાગરિકતા સંશોધન કાનૂનનો ઉલ્લેખ કર્યો. સંસદમાં સંબોધિત કરી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind) ભાષણ દરમિયાન તે સમયે સંસદનો માહોલ બદલાઇ ગયો જ્યારે રાષ્ટ્રપતિએ નાગરિકતા કાનૂનનો ઉલ્લેખ કર્યો. આ દરમિયાન સંસદમાં બેસેલા સભ્યોએ મેજ પથથપાવીને ખુશી વ્યક્ત કરી. જોકે આ દરમિયાન વિપક્ષે પણ હંગામો કર્યો. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં કહ્યુ6 કે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)થી બાપૂનું સપનું પુરૂ થયું છે. તેમણે કહ્યું કે 'વિભાજન બાદ બનેલા માહોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ''પાકિસ્તાનના હિંદુ અને સિખ, જે ત્યાં રહેવા માંગતા નથી, તે ભારત આવી શકે છે. તેમને સામાન્ય જીવન પુરૂ પાડવું ભારત સરકારનું કર્તવ્ય છે. 

તેમણે કહ્યું કે 'હું પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઇ રહેલા અત્યાચારની નિંદા કરતાં વિશ્વ સમુદાય પાસેથી તેનો સંજ્ઞાન લેવા અને તે દિશામાં જરૂરી પગલાં ભરવાનો પણ આગ્રહ કરું છું. રાષ્ટ્રપતિએ કહ્યું કે 'મોદી સરકાર આ ફરીથી સ્પષ્ટ કરે છે કે ભારતમાં આસ્થા ધરાવનાર અને ભારતની નાગરિકતા લેવા માટે ઇચ્છુક દુનિયાના તમામ પંથોના વ્યક્તિઓ માટે જે પ્રક્રિયા પહેલાં હતી, તે આજે પણ એવી જ છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારનું સ્પષ્ટ માનવું છે કે પરસ્પર સંવાદ અને વાતચીતથી લોકતંત્ર મજબૂત થાય છે. તો વિરોધના નામે કોઇપણ પ્રકારની હિંસા સમાજ અને દેશને નબળો બનાવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે 'મારી સરકાર, સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર પર ચાલે છે, પુરી નિષ્ઠા અને ઇમાનદારીથી કામ કરે છે. 

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે 'સંસદના બંને સદનો દ્વારા બે તૃતિયાંશ બહુમતથી સંવિધાનના અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એ ને દુર કરવી, ના ફક્ત ઐતિહાસિક છે પરંતુ તેનાથી જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ સમાન વિકાસનો પણ માર્ગ પ્રશસ્ત થયો છે. 

તેમણે કહ્યું કે 'જમ્મૂ કાશ્મીર અને લદ્દાખનો તેજ વિકાસ, ત્યાંની સંસ્કૃતિ અને પરંપરાઓની રક્ષા, પારદર્શી તથા ઇમાનદારી વહિવટીતંત્ર અને લોકતંત્રનું સશક્તિકરણ, મારી સરકારની પ્રાથમિકતાઓમાં છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી, સિંચાઇ, હોસ્પિટલ, પર્યટન સાથે સંકળાયેલી યોજનાઓ તથા  IIT, IIM, AIIMS જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્થાપનાનું કામ ઝડપથી ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે 'મારી સરકારે રેકોર્ડ સમયમાં કરતાપુર સાહિબ કોરિડોરનું નિર્માણ કરીને, ગુરૂ નાનક દેવજીના 550મા પ્રકાશ પર્વના અવસર પર તેને રાષ્ટ્રને સમર્પિત કર્યો. 

'મારી સરકારના વિશેષ આગ્રહ પર સાઉદી અરબે હજ કોટામાં અભૂતપૂર્વ વૃદ્ધિ હતી જેના લીધે આ વખતે રેકોર્ડ 2 લાખ ભારતીય મુસ્લિમોએ હજમાં ઇબાદત કરી. ભારત પહેલો એવો દેશ છે જેમાં હજની પુરી પ્રક્રિયા ડિજિટલ અને ઓનલાઇન કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં રહેનાર 40 લાખથી વધુ લોકો, વરસોથી આ અપેક્ષામાં જીવી રહ્યા હતા એક દિવસ તેમણે પોતાના ઘરનો માલિકી હક અને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળશે. દિલ્હીની 1,700થી વધુ કોલોનીઓમાં રહેનાર લોકોની આ અપેક્ષાઓને પણ સરકાર પુરી કરી છે. 

રાષ્ટ્રપતિએ કહ્યું કે 'દુનિયાભરમાંથી આવનાર પડકારો છતાં ભારતની અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે. આપણો વિદેશી મુદ્વા ભંડાર 450 બિલિયન ડોલરથી ઉપરના ઐતિહાસિક સ્તર પર છે. તેમણે કહ્યું કે 'મારી સરકાર ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના માટે તમામ સ્ટોકહોલ્ડર્સ સાથે વાતચીત કરીને અર્થવ્યવસ્થામાં દરેક સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. 

સંસદ જતાં પહેલાં મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'આ સત્ર આ દાયકાનું પહેલું સત્ર છે. આ સત્ર દાયકાને મજબૂત બનાવનાર સત્ર હશે. આ સત્રમાં આર્થિક વિષયો પર ચર્ચા કેન્દ્રીત થાય. તેમણે કહ્યું કે અમારી સરકારની ઓળખ દલિત, પછાત, વંચિત અને મહિલાઓને સશક્ત કરવા માટે રહી છે. આ દાયકામાં પણ અમે આ દિશામાં આગળ વધીશું. બંને સદનોમાં આર્થિક વિષયો પર ખૂબ વ્યાપક ચર્ચા થવી જોઇએ અને દિવસે ને દિવસે આ ચર્ચા સમૃદ્ધ થતી રહે. 

સંસદ ભવનમાં વિપક્ષી દળ નાગરિકતા સંશોધન કાનૂન અને એનઆરસીના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનનું નેતૃત્વ કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓના ઘણા મોટા નેતા સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે હાથોમાં બેનર લઇને ઉભા છે. 

જોકે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે જોકે સર્વેક્ષણમાં દેશની અર્થવ્યવસ્થાની તસવીર અને તેમના પડકારો અને નિદાન વિશે જણાવવામાં આવશે. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇને 3 એપ્રિલ સુધી પહોંચશે. આ દરમિયાન એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો બે માર્ચથી ત્રણ એપ્રિલ સુધી ચાલશે. 

રાષ્ટ્રપતિ સવારે 10.55 વાગે સંસદ ભવન પહોંચશે. જ્યાં પીએમ મોદી ઉપરાંત, લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિ તેમનું નેતૃત્વ કરશે. રાષ્ટ્રપતિનું અભિભાષણ સવારે 11 વાગે શરૂ થશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ અડધા કલાકનો વિરામ રહેશે ત્યારબાદ બંને સદનોની કાર્યવાહી અલગ-અલગ ચાલશે જેમાં સરકાર દ્વારા 2019-20નું આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. 

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે ભાષણમાં રાષ્ટ્રપતિ ના ફક્ત આ વર્ષ માટે મોદી સરકારનો એજન્ડા રજૂ કરશે. પરંતુ 2024 સુધી મોદી સરકારની ભાવિ યોજનાઓની રૂપરેખા પણ દેશ સમક્ષ રજૂ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news