ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના, ફ્લાઇઓવરથી નીચે પડી બસ, અનેક લોકોના મોતની આશંકા

લાલ કુંઆ તરફથી ગાઝિયાબાદ આવી રહેલી યાત્રીકોથી બરેલી બસ ભાટિયા વળાંકના ફ્લાઇઓવરથી નીચે પડી ગઈ છે. હાલ તંત્રએ બચાવ કાર્યવાહી શરૂ કરી છે. 

ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના, ફ્લાઇઓવરથી નીચે પડી બસ, અનેક લોકોના મોતની આશંકા

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં બુધવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાય છે. લાલ કુંઆ તરફથી ગાઝિયાબાદ આવી રહેલી યાત્રીકોથી બરેલી બસ ભાટિયા વળાંકના ફ્લાઇઓવરથી નીચે પડી ગઈ છે. દુર્ઘટના સમયે ફ્લાઇઓવરની નીચે બજાર લાગેલી હતી. સ પડવાથી બજારમાં હાજર અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. 

ઘટનાની જાણકારી મળવા પર પહોંચેલી પોલીસે યાત્રીકો અને બસની ઝપેટમાં આવેલા લોકોને કાઢવાનું શરૂ કરી દીધુ છે. હાલ જિલ્લા સરકારી હોસ્પિટલ એમએમજીમાં એમ્બ્યુલન્સના માધ્યમથી 10 ઈજાગ્રસ્તોને મોકલવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવુ છે કે 8થી 10 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે પરંતુ હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પૃષ્ટિ થઈ શકી નથી. 

(Visuals from the spot) pic.twitter.com/1PucYxF3OR

— ANI UP (@ANINewsUP) October 13, 2021

ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ જણાવ્યુ કે બસ રોંગ સાઇડ આવી રહી હતી. ફ્લાઈઓવર પર બાઇકને ટક્કર માર્યા બાદ બસે સંતુલન ગુમાવ્યું અને રેલિંગ તોડી નીચે પટકાય હતી. દુર્ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને એસએસપી પહોંચી ગયા છે. સરકારમાં સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અને સ્થાનીક ધારાસભ્ય અતુલ ગર્ગ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news