કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને આપી મંજૂરી, 4 સ્ટાર રેન્કની બરાબર હશે પદ
કેન્દ્રીય કેબિનેટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદને મંજૂરી આપી દીધી છે. આ પદ પર 4 સ્ટાર જનરલ રેન્કના સૈન્ય અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. તે મિલિટ્રી અફેયર્સ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું નવુ પદ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ રીતે દેશને ટૂંક સમયમાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (COA) મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું નવુ પદ બનાવવાની જાહેરાત કરી હતી. 1999મા કારગિલ રિવ્યૂ કમિટીએ આ પદ માટે ભલામણ કરી હતી જે રક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર સરકારના સિંગલ-પોઈન્ટ એડવાઇઝર હશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંકન હેતુ ભારતની સામે આવનારા સુરક્ષાના પડકારને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે ઐતિહાસિક સૈન્ય સુધારની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારતની ત્રણેય સેના માટે એક પ્રમુખ હશે, જેને સીડીએસ કહેવામાં આવશે. વડાપ્રધાનની જાહેરાત બાદ સીડીએસની નિમણૂંકની નીતિ અને તેના જવાબદારીઓને અંતિમ રૂપ આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
Government Sources: Chief of Defence Staff will also have a second role, will be the permanent Chairman of the Chiefs of Staff Committee. In this role, the CDS will be supported by the Integrated Defence Staff. pic.twitter.com/P1GLdTobYP
— ANI (@ANI) December 24, 2019
કારગિલ સમીક્ષા સમિતિએ કરી હતી આ પદ બનાવવાની ભલામણ
પ્રોટોકોલના મામલામાં પણ સીડીએસ સૌથી ઉપર હશે. સીડીએસ મુખ્યતઃ રક્ષા અને રણનીતિના મામલામાં વડાપ્રધાન અને રક્ષા પ્રધાનના એક સૈન્ય સલાહકારના રૂપમાં કામ કરશે. 1999ના કારગિલ યુદ્ધને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓની સમીક્ષા માટે બનાવવામાં આવેલી સમિતિએ રક્ષા મંત્રી એકીકૃત સૈન્ય સલાહકારના રૂપમાં સીડીએસની નિમણૂંકની ભલામણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે