Karnataka Politics: કર્ણાટકમાં જલદી થઈ શકે છે મંત્રીમંડળ વિસ્તાર, સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી પહોંચ્યા

Karnataka Politics: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બુધવારે દિલ્હી પહોંચ્યા જ્યાં તેઓ રાજ્યમાં કેબિનેટ વિસ્તરણ અને વર્તમાન પ્રધાનોને પોર્ટફોલિયોની ફાળવણી અંગે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે.

Karnataka Politics: કર્ણાટકમાં જલદી થઈ શકે છે મંત્રીમંડળ વિસ્તાર, સિદ્ધારમૈયા અને શિવકુમાર દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ Karnataka Politics: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર બુધવારે દિલ્હી પહોંચ્યા જ્યાં તેમના રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તાર અને વર્તમાન મંત્રીઓને વિભાગોની ફાળવણી પર કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરવાની સંભાવના છે. પાર્ટી સૂત્રોએ આ જાણકારી આપી છે. 

કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને શિવકુમારે 20 મેએ આઠ મંત્રીઓ સાથે ક્રમશઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ આ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી નથી. 

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હાઈકમાન્ડે શપથ ગ્રહણ સમારોહ પહેલા દિલ્હીમાં ગત સપ્તાહે યોજાયેલી બેઠકમાં આઠ મંત્રીઓની પ્રથમ યાદીને મંજૂરી આપી હતી. જો કે પ્રથમ કેબિનેટમાં ઘણા વધુ ધારાસભ્યોને સામેલ કરવાની યોજના છે.

સૂત્રોએ જણાવ્યું કે ચર્ચા દરમિયાન કેટલાક નામોને લઈને સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે કથિત રૂપથી મતભેદ છે. 

સિદ્ધારમૈયા માટે, નવા મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી અને મંત્રીમંડળની રચના જેમાં તમામ સમુદાયો, પ્રદેશો, જૂથો અને નવી અને જૂની પેઢીના ધારાસભ્યોને પ્રતિનિધિત્વ મળે તે એક પડકારજનક કાર્ય છે.

કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની મંજૂર સંખ્યા 34 છે. આ જોઈને ઘણા નેતાઓ મંત્રી બનવાની રેસમાં સામેલ થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news