Cabinet: ખેડૂતો માટે સરકારનો વધુ એક મોટું પગલું, આ પાક માટે વધારી MSP

કેબિનેટના પાકની જાણકારી આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કે સુકા નાળિયેરની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતાં 52 ટકા વધુ છે, જ્યારે કોપરાના દડા (આખા કોપરા) ની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતાં 55 ટકા વધુ છે. 

Cabinet: ખેડૂતો માટે સરકારનો વધુ એક મોટું પગલું, આ પાક માટે વધારી MSP

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં વર્ષ 2021ની મોસમ માટે કોપરાના લઘુતમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપવામાં આવી છે. પીસવા માટેના કોપરાની વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) માટે 2021ની મોસમમાં કોપરાના MSPમાં રૂ. 375/-નો વધારો કરીને ક્વિન્ટલ દીઠ ભાવ રૂ. 10335/- નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં કોપરાનો ક્વિન્ટલ દીઠ MSP રૂ. 9960/- હતો. 

નાળિયેરની નવી MSP થી ખેડૂતોની વધશે આવક
કોપરાના દડા (આખા કોપરા) માટે 2021માં MSPમાં ક્વિન્ટલ દીઠ રૂ. 300/-નો વધારો કરીને રૂ. 10,600/- ભાવ નક્કી કરવામાં આવ્યો છે જે 2020માં ક્વિન્ટલ દીઠ રૂ. 10,300/- હતો. જાહેર કરવામાં આવેલા MSPના કારણે  સમગ્ર ભારતમાં સરેરાશ કોપરાના ઉત્પાદન ખર્ચની સામે પીસવા માટેના કોપરામાં 51.87 ટકા જ્યારે આખા કોપરામાં 55.76 ટકા વળતર સુનિશ્ચિત થશે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમત આયોગ (CACP) દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવી છે.

'ઉત્પાદન ખર્ચ કરતાં 52 ટકા વધુ છે MSP'
કેબિનેટના પાકની જાણકારી આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું હતું કે સુકા નાળિયેરની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતાં 52 ટકા વધુ છે, જ્યારે કોપરાના દડા (આખા કોપરા) ની MSP તેના ઉત્પાદન ખર્ચ કરતાં 55 ટકા વધુ છે. 
 
2021ની મોસમ માટે કોપરાના MSPમાં જાહેર કરાયેલો વધારો, સરકાર દ્વારા 2018-19માં રજૂ કરવામાં આવેલા અંદાજપત્રમાં સમગ્ર ભારતમાં સરેરાશ પડતર કિંમત કરતા ઓછામાં ઓછો દોઢ ગણો MSP રાખવાની જાહેરાત કરવામાં આવી હતી તેને અનુરૂપ છે.

આના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદન પર ઓછામાં ઓછો 50 ટકા નફો સુનિશ્ચિત થાય છે જે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોની દિશામાં એક મહત્વનું પગલું છે.

ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ લિમિટેડ (NAFED) અને ભારતીય રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ લિમિટેડ (NCCF) નાળિયેરનો ઉછેર થતો હોય તેવા રાજ્યોમાંથી ટેકાના ભાવની કામગીરીઓ હાથ ધરવા માટેની કેન્દ્રીય નોડલ એજન્સીઓ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

વર્ષ 2020ની મોસમ માટે, સરકારે 5053.34 ટન ગોળ કોપરા અને 35.38 ટન પીસવા માટેના કોપરાની ખરીદી કરી હતી જેના કારણે કોપરાનું ઉત્પાદન કરતા 4896 ખેડૂતોને લાભ મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news