Farmers Protest: ખેડૂત આંદોલનમાં પડી ફૂટ, બે સંગઠનો પાછી પાની, ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત
અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહ (VM Singh)એ કહ્યું કે તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાનૂ જૂથએ પણ ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day) દરમિયાન દિલ્હીમાં ખેડૂતો દ્રારા કરવામાં આવેલી હિંસા (Violence in Farmers Protest) બાદ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે તો બીજી તરફ ખેડૂત સંગઠનોમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહ (VM Singh)એ કહ્યું કે તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાનૂ જૂથએ પણ ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત કરી છે.
Farmers Violence: ટ્રેક્ટર પરેડમાં હિંસા બાદ બદલાયું ખેડૂતોનું વલણ, રદ થઇ શકે છે ખેડૂતોની સંસદ માર્ચ
અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહએ કહ્યું કે ગણતંત્ર દિવસે રાજધાની દિલ્હી ( Delhi ) માં જે થયું તેમાં સરકારની પણ ભૂલ છે જ્યારે કોઇ 11 વાગ્યાના બદલે 8 વાગે નિકળી રહ્યું છે તો સરકાર શું કરી રહી હતી? જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારને કેટલાક સંગઠનોએ કરોડો રૂપિયા આપવાની વાત કરી હતી ત્યારે સરકાર ક્યાં હતી?
ગાજીપુર બોર્ડર પર વીએમ સિંહે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે અમે કોઇ એવા વ્યક્તિ સાથે કૃષિ કાયદાના વિરોધમાં આગળ ન વધી શકીએ જેની દિશા કંઇક અલગ હોય. એટલા માટે હું તેમને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે હું અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ આ વિરોધને તાત્કાલિક પરત લઇ રહી છે.
વીએમ સિંહે કહ્યું કે હિંદુસ્તાનનો ધ્વજ, ગરિમા, મર્યાદા બધાની છે. તે મર્યાદાને જોઇ ભંગ કરી છે, ભંગ કરનાર ખોટા છે અને જેમણે ભંગ કરવા દીધી તે પણ ખોટા છે. ITO માં એક સાથી શહીદ થઇ ગયા. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ખેડૂતોને લાલ કિલ્લા સુધી લઇને ગયા જેમણે ખેડૂતોને ઉશ્કેર્યા તેના વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે