નશામાં ચૂર યુવકોના કાર સ્ટંટે લીધો વ્યક્તિનો જીવ, આ વીડિયો જોઇ ઉભા થઇ જશે રૂવાડાં

Gurugram Viral Video: સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોને એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી. 

Trending Photos

નશામાં ચૂર યુવકોના કાર સ્ટંટે લીધો વ્યક્તિનો જીવ, આ વીડિયો જોઇ ઉભા થઇ જશે રૂવાડાં

Gurugram Bloody Stunt Viral Video: ગુરૂગ્રામમાં એક ચોંકાવનારી ઘટનામાં સ્ટંટ કરી યુવકોએ એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી. કારની ચપેટમાં આવેલા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. આ રૂવાડાં ઉભા કરી દેનાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ખૌફનાક અકસ્માત ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર ફેજ-2 માં રવિવારે રાત્રે 2 વાગે સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

વાયરલ થયો ચોંકાવનારો વીડિયો
વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોનું ગ્રુપ કારથી ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લગભગ 10-12 યુવક દારૂની દુકાનની બહાર મારૂતિ અર્ટિગા, એક હ્યુંડાઇ વેન્યૂ અને એક હ્યુન્ડાઇ ક્રેટા વડે સ્ટંટ કરતાં જોઇ શકાય છે. અચાનક એસયૂવીમાંથી એકે કાબૂ ગુમાવી દીધો અને રાહદારીને ટક્કર મારી દીધી, જેથી તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરું વીણનારનું ઘટનાસ્થળે મોત થઇ ગયું, જ્યારે બે અન્ય ઘાયલ થઇ ગયા. 

— Siraj Noorani (@sirajnoorani) November 8, 2022

7 આરોપીની ધરપકડ
ઘટના બાદ અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે બે કારોને જપ્ત પણ કરી લીધી છે. ઘટના વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક કમિશ્નર કાર્યાલયમાં કોમ્યુટર ઓપરેટર છે, જ્યારે ત્રણ લોકો એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પર ગંભીર કલમો નોંધવામાં આવી છે. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news