લોકડાઉનમાં આ ભાઈએ 16 દેશોમાંથી 145 કોર્સ કરીને આફતને અવસરમાં ફેરવી! આજે દુનિયા કરે છે સલામ

1, 2 નહીં પરંતુ આ વ્યક્તિએ 145 કોર્સના સર્ટિફિકેટ મેળવ્યા છે, લોકડાઉન દરમિયાન આપદાને અવસરમાં બદલ્યો.

લોકડાઉનમાં આ ભાઈએ 16 દેશોમાંથી 145 કોર્સ કરીને આફતને અવસરમાં ફેરવી! આજે દુનિયા કરે છે સલામ

નવી દિલ્લીઃ દુનિયામાં એવા ઘણા લોકો છે જે કંઈક અલગ કરીને પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરે છે. કેરળના તિરુવનંતપુરમના રહેવાસી શફી વિક્રમે વર્ષ 2020થી અલગ-અલગ સમયે ભારતમાં થયેલા લોકડાઉનનો ઘણો લાભ લીધો. તેમણે ખરેખર આ આપત્તિને પોતાના માટે એક તકમાં ફેરવી દીધી. શફી વિક્રમને 20 ઓનલાઈન કોર્સ કરીને 145 સર્ટિફિકેટ હાંસલ કર્યા છે.

વર્ષ 2020થી, વિશ્વભરમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાએ લોકોના જીવનને બદલી નાખ્યું છે. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ આ તકનો ભરપૂર ફાયદો પણ ઉઠાવ્યો હતો. કેરળનો શફી વિક્રમન આજકાલ ચર્ચામાં છે. તેમની અનોખી કહાની કોઈને પણ પ્રેરણા આપવા માટે પૂરતી છે. વાસ્તવમાં તેમણે 16 અલગ-અલગ દેશોમાંથી 145 સર્ટિફિકેટ કોર્સ કરી બધાને ચોંકાવી દીધા છે.

આ રીતે કરી શરૂઆત-
શફી વિક્રમને વર્ષ 2020 દરમિયાન એટલે કે દેશના પ્રથમ લોકડાઉન દરમિયાન વિવિધ ઓનલાઈન અભ્યાસક્રમો માટે નોંધણી શરૂ કરી. નાના અભ્યાસક્રમથી શરૂ કરીને, તેમણે વિશ્વભરની અગ્રણી યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ઓનલાઈન અભ્યાસક્રમોમાં પ્રગતિ કરી. આ રીતે તેમણે 16 અલગ-અલગ દેશોમાંથી વિવિધ સર્ટિફિકેટ કોર્સ કર્યા.

સ્ટેનફોર્ડથી કરી શરૂઆત-
શફી વિક્રમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી પોતાના ખાસ સફરની શરૂઆત કરી હતી. તેમણે નિયત સમયમાં કોર્સ પૂરો કરવાનું શરૂ કર્યું. અભ્યાસના આ શોખ માટે શફીએ નોકરી પણ છોડી દીધી હતી. શફીનું માનવું છે કે આવનારો સમય ઈ-લર્નિંગનો છે કારણ કે ભારતમાં કોરોના વાયરસના નવા પ્રકારો હજુ બંધ થયા નથી અને આવી સ્થિતિમાં દેશને કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થવું પડશે.

આ ક્ષેત્રોમાં સર્ટિફિકેટ હાંસિલ કર્યા-
આ દરમિયાન શફી વિક્રમનનો પરિવાર તેમના સમર્થનમાં ઉભો હતો. શરૂઆતમાં તેને કંઈ સમજાયું નહીં, પરંતુ 4-5 મહિનાની આ સફરમાં તેને શફી વિક્રમનને સમજવા લાગ્યા. શફીએ મેડિસિન, ફાઈનાન્સ, રોબોટિક્સ, AI, ફોરેન્સિક્સ, બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીના અભ્યાસક્રમો પૂરા કર્યા છે. હવે તે 22 અન્ય સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં તેમણે તાજેતરમાં પ્રવેશ મેળવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news