CBI વિવાદ: અચાનક રજા પર મોકલતા રોષે ભરાયા આલોક વર્મા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
આલોક વર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બુધવાર (24 ઓક્ટોબર) સવાર 6:00 વાગે વર્માને તેમના પદ પરથી હટાવી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે જે ખોટુ છે અને કેન્દ્ર સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.
Trending Photos
નવી દિલ્હી: તપાસ એજન્સિ સીબીઆઇનો આંતરીક વિખવાદ હવે કોર્ટ રૂમ સુધી પહોંચી ગયો છે. અચાનક રજા પર મોકલી દેવામાં આવતા રોષે ભરાયેલા આલોક વર્માએ ન્યાય માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આલોક વર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બુધવાર (24 ઓક્ટોબર) સવાર 6:00 વાગે વર્માને તેમના પદ પરથી હટાવી તેમને રજા પર મોકલી દેવામાં આવ્યા છે જે ખોટુ છે અને કેન્દ્ર સરકારનો નિર્ણય ગેરબંધારણીય છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયની સામે આલોકને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આલોક વર્માના વકીલે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલે શુક્રવારે સુનાવણી કરશે.
રજા પર મોકલી દેવાયા આલોક અને રાકેશ અસ્થાનાને
સીબીઆઇમાં ચાલી રહેલા આંતરીક વિખવાદ બાદ પ્રમુખ આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને અચાનક રજા પર મોકલી દેવામાં આવ્યા છે. અને તેમને સત્તાવરા રજા પર મોકલ્યા બાદ સીબીઆઇ હેડ ક્વોટરમાં સ્થિત બન્નેની ઓફીસને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે જોઇન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. એડવાન્સ ઓર્ડર આદેશ સુધી સીબીઆઇનું સંચાલન એમ નાગેશ્વ રાવ કરશે.
કોણ છે સીબીઆઇના ચીફ આલોક વર્મા
આલોક વર્મા 1979 બેન્ચના યૂટી કેડરના આઇપીએસ અધિકારી છે. આલોકની હાલમાં પોસ્ટિંગથી પહેલા દિલ્હી પોલીસ કમિશ્નરનું પદ સંભાળતા હતા. દિલ્હી પોલીસ કમિશ્નર રહ્યા બાદ 1 ફેબ્રુઆરી 2017માં તેમને સીબીઆઇના ચીફ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને દિલ્હી પોલીસ કમિશ્નર ઉપરાંત દિલ્હી પોલીસમાં અલગ અલગ પદો પર સેવાઓ આપી ચુક્યા છે. તેમના ડીસીપી (સાઉથ), જેસીપી (ક્રાઇમ બ્રાંચ), જેસીપી (નવી દિલ્હી રેન્જ), સ્પેશિય પોલીસ કમિશ્નર (ઇન્ટેલિજન્સ) અને સ્પેશિયલ પોલીસ કમિશ્નર (વિજિલન્સ) શામેલ છે.
સીબીઆઇએ તેમના ડાયરેક્ટર આલોક વર્માના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના આરોપથી બચાવ કરતા કહ્યું કે તેમની સામે લગાવેલા આરોપ ખોટા અને દુર્ભાવનાપૂર્ણ છે. અસ્થાનાએ કેબિનેટ સચિવ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પત્ર લખી સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માની સામે કથિત ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ઓછામાં ઓછા 10 કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સીબીઆઇના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે સતીશ સનાની સામે લૂકઆઉટ પરિપત્ર (એલઓસી) ઇશ્યૂ થવાની જાણકારી સીહબીઆઇના ડાયરેક્ટરને ન હતી. આવા ઘણા આક્ષેપો સાચા નથી. તેમણે કહ્યું કે ડીસીબીઆઇએ 21 મે, 2018ના એલઓસીને રજૂ કરવાની દરખાસ્ત જોવામાં આવી હતી અને તેમણે તેને સુધારાવ્યું હતું. તેમણે કહ્યું કે આ આરોપ સીબીઆઇના ડાયરેક્ટરે સનાની ધરપકડ રોકવાના પ્રયાસમાં કર્યો હતો, સંપૂર્ણ પણે તે ખોટો અને દુર્ભાવનાપૂર્ણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે