PNB ગોટાળો: સીબીઆઇએ CMD સુનીલ મેહતાની પુછપરછ કરી

સીબીઆઇએ નીરવ મોદી ગોટાળા મુદ્દે મોટી કાર્યવાહી કરાત પંજાબ નેશનલ બેંકનાં પ્રબંધ નિર્દેશક સુનીલ મેહતા અને કાર્યકારી નિર્દેશકની પુછપરછ કરી હતી. સીબીઆઇ અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ શુક્રવારે આ મુદ્દે ચુપકીદી તોડતા  કહ્યું હતું કે, દેશના પૈસા લૂંટનારા લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ઇડીએ શનિવારે નિરવ મોદી અને તેનાં ગ્રુપની 21 સંપત્તીઓ જપ્ત કરી છે.

  • નીરવ મોદીની 500 કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત
  • શનિવારે તમામ એજન્સીઓની આક્રમક કાર્યવાહી
  • વડાપ્રધાનની બાંહેધરી બાદ એજન્સીઓની કડક કાર્યવાહી

Trending Photos

PNB ગોટાળો: સીબીઆઇએ CMD સુનીલ મેહતાની પુછપરછ કરી

નવી દિલ્હી : સીબીઆઇએ નીરવ મોદી ગોટાળા મુદ્દે મોટી કાર્યવાહી કરાત પંજાબ નેશનલ બેંકનાં પ્રબંધ નિર્દેશક સુનીલ મેહતા અને કાર્યકારી નિર્દેશકની પુછપરછ કરી હતી. સીબીઆઇ અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ શુક્રવારે આ મુદ્દે ચુપકીદી તોડતા  કહ્યું હતું કે, દેશના પૈસા લૂંટનારા લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ઇડીએ શનિવારે નિરવ મોદી અને તેનાં ગ્રુપની 21 સંપત્તીઓ જપ્ત કરી છે.

આ સંપત્તીઓમાં એક ફાર્મ હાઉસ અને પેંટા હાઉસનો પણ સમાવેશ થાય છે. 11 હજાર કરોડનાં પીએનબી ગોટાળાનાં આરોપી નીરવ મોદીની આ સંપત્તીઓની કિંમત આશરે 523 કરોડ રૂપિયા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, તેની વિરદ્ધ પીએમએલએ હેઠળ સંપત્તીઓ જપ્ત કરવા માટેનાં અસ્થાયી આદેશો આપ્યા છે અને 81.16 કરોડ રૂપિયાનાં મુલ્યનાં એક પેન્ટા હાઉસ અને મુંબઇનાં વર્લી વિસ્તારમાં સમુદ્ર કિનારે બનેલ સમુદ્ર મહેલ એપાર્ટમેન્ટનાં 15 કરોડ રૂપિયાનાં કિંમતનાં એક ફ્લેટનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news