board exams 2021 dates: વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં નહીં યોજાઇ બોર્ડની પરીક્ષા
નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી.
Trending Photos
નવી દિલ્હીઃ બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ઓછામાં ઓછી જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે તેની જાહેરાત કરી છે. નિશંકે કહ્યુ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોઈ બોર્ડની પરીક્ષા લેવાશે નહીં. બોર્ડની પરીક્ષાને લઈને બાદમાં નિર્ણય લેવામાં આવશે. દેશભરના શિક્ષકોની સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી છે. નિશંક પહેલા પણ કહી ચુક્યા છે કે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે 10 ડિસેમ્બરે કહ્યું હતું કે, પરીક્ષાનું આયોજન માર્ચમાં જ કરાવવું ફરજીયાત નથી.
વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળશેઃ મંત્રી
વાલીઓએ બોર્ડની પરીક્ષાઓ મે મહિના દરમિયાન કરાવવાની માગ કરી છે. આ મહિને નિશંકે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી પેટર્નના આધાર પર તૈયારીનો સંપૂર્ણ સમય મળશે. પરીક્ષા માર્ચ મહિનામાં જ યોજવી તે ફરજીયાત નથી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી પરીક્ષા નક્કી કરવામાં આવશે. પ્રેક્ટિકલ પણ કોઈ એન્ટ્રસ એક્ઝામની તારીખ પર નહીં હોય. નિશંકે કહ્યુ હતુ કે, 2021 બોર્ડની પરીક્ષાઓ માટે સીબીએસઈએ 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરી દીધો છે. માર્કશીટમાંથી ફેલ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. હવે કોઈ ફેલ થશે નહીં.
जनवरी और फरवरी में कोई बोर्ड परीक्षा नहीं कराई जाएगी। परीक्षा कराने को लेकर फैसला बाद में लिया जाएगा: केंद्रीय शिक्षा मंत्री रमेश पोखरियाल pic.twitter.com/MbX2hLTdzf
— ANI_HindiNews (@AHindinews) December 22, 2020
ઓફલાઇન જ લેવાશે એક્ઝામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેલેન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEની પરીક્ષા ઓનલાઇન લેવાશે નહીં. 2021મા યોજાનારી પરીક્ષા વિદ્યાર્થીઓએ પહેલાની જેમ કાગળ-પેનથી આપવી પડશે. સીબીએસઈના અધિકારીઓએ સ્પષ્ટ કર્યુ કે, બોર્ડ પરીક્ષાઓને ઓનલાઇન કરાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પરીક્ષા પાછલા વર્ષની જેમ લેખિત રૂપમાં લેવાશે. પરંતુ તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
વર્ચ્યુઅલ રીતે ચાલી રહ્યાં છે ક્લાસ
બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવાને લઈને વાલીઓ અને શિક્ષકો વચ્ચે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. અત્યાર સુધી કોવિડને કારણે દેશમાં શાળા-કોલેજો શરૂ થઈ શકી નથી. બોર્ડની પરીક્ષાઓના રજીસ્ટ્રેશનથી લઈને વર્ગ સંચાલન સુધી તમામ કાર્યો વર્ચ્યુઅલ કે ઓનલાઇન રીતે સંચાલિત થઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે