Class 10th, 12th Exam 2022: સીબીએસઈનો ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય, દિશાનિર્દેશ જાહેર
Class 10th, 12th Exam 2022: સીબીએસઈ દ્વારા આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવાશે. પ્રથમ ટર્મની પરીક્ષાનું આયોજન નવેમ્બરમાં થશે. જ્યારે બીજા ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવાશે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લઈને નવી ગાઇડલાઇન (Guidelines for Class 10 And 12 Term-1 Exam) જાહેર કરી છે. સીબીએસઈએ શુક્રવારે નોટિફિકેશન જાહેર કરી કહ્યું કે, 10માં કુલ 75 અને ક્લાસ 12માં 114 વિષય ઓફર કરત. પરંતુ આ પરીક્ષાઓને પૂરી કરાવવામાં 40-45 દિવસનો સમય લાગશે. તેથી બોર્ડે વિદ્યાર્થીઓના અભ્યાસના સમયના નુકસાનને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.
શરૂઆતી તારીખ જાહેર
સીબીએસઈ ભારત અને વિદેશોમાં તમામ સંલગ્ન સ્કૂલોમાં ડેટ શીટ નક્કી કરી પરીક્ષાનું આયોજન કરશે. આ વખતે ધોરણ 10ની પરીક્ષા 17 નવેમ્બરથી અને 12ની પરીક્ષા 16 નવેમ્બરથી આયોજીત કરવામાં આવશે.
કેટલા વિષયની લેવાશે પરીક્ષા?
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ક્લાસ 10માં કુલ 75 વિષય અને ક્લાસ 12માં 114 વિષય ઓફર કરે છે. બોર્ડનું માનવું છે કે આટલા વધુ વિષયોની પરીક્ષા કરાવવા માટે 45થી 50 દિવસનો સમય લાગે છે. તેથી વિદ્યાર્થીઓના અભ્યાસના સમયના નુકસાનને રોકવા માટે બોર્ડ ઘણા વિષયોની પરીક્ષા ગ્રુપ વાઇઝ લેશે. માત્ર મુખ્ય વિષયોની પરીક્ષા નિયમિત રૂપથી લેવામાં આવશે.
CBSE is offering 114 subjects in Class XII and 75 in Class X. If the exam of all subjects is conducted, entire duration of exam would be about 45-50 days. So CBSE would conduct exams of following subjects by fixing date sheet across all affiliated schools in India & abroad: CBSE pic.twitter.com/vpyG761ngL
— ANI (@ANI) November 5, 2021
ક્લાસ 10ના મુખ્ય વિષય- હિન્દી કોર્સ એ, મેથ્ય સ્ટાન્ડર્ડ, હોમ સાયન્સ, હિન્દી કોર્સ બી, સાયન્સ, સોશિયલ સાયન્સ, કમ્પ્યૂટર એપ્લીકેશન, ઈંગ્લિશ લેંગ્વેઝ એન્ડ લિટરેચર, મેથ્સ બેસિક.
ક્લાસ 12ના મુખ્ય વિષય- હિન્દી ઇલેક્ટિવ, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, જીયોગ્રાફી, ઇકોનોમિક્સ, સાઇકોલોજી, સોશિયોલોજી, મેથ્પ, ફીઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિકલ એજ્યુકેશન, બિઝનેસ સ્ટડીઝ, એકાઉન્ટ, હોમ સાયન્સ, ઇનફોર્મેટિક્સ પ્રેક્ટિસ (ન્યૂ), કમ્પ્યૂટર સાયન્સ (ન્યૂ), ઈંગ્લિશ કોર, હિન્દી કોર.
આ પણ વાંચોઃ BJP Meeting: રવિવારે યોજાશે BJP રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, એજન્ડામાં છે આગામી વિધાનસભા ચૂંટણી
CBSE ફોર્મેટમાં થયો ફેરફાર
આ વખતે CBSE ની પરીક્ષાઓ 2 વખત લેવામાં આવશે. આ પરીક્ષાઓની પ્રથમ ટર્મ નવેમ્બર-ડિસેમ્બર 2021માં થશે તો બીજી ટર્મ માર્ચ-એપ્રિલ 2022માં થવાની છે. બંને ટર્મની પરીક્ષાઓમાં 50-50 % સિલેબસથી પ્રશ્ન પૂછવામાં આવશે. પરંતુ પરિણામ બંને પરીક્ષાઓના માર્કસને ભેગા કરીને જાહેર કરવામાં આવશે.
કંઈક આ રીતે લેવાશે પરીક્ષા
આ વખતે ટર્મ-1ની પરીક્ષા 90 મિનિટની હશે જે MCQ આધારિત હશે. વિદ્યાર્થીઓએ પોતાના જવાબની OMR સીટ ભરવી પડશે. તો ટર્મ-2ની પરીક્ષા 2 કલાકની હશે. તેમાં ડિસ્ક્રિપ્ટિવ સવાલ હશે. ટર્મ 2નું પ્રશ્ન પત્ર અલગ ફોર્મેટમાં હશે. પરંતુ ટર્મ-2માં કેટલાક શોર્ટ અને લોન્ગ બંને પ્રકારના સવાલ હોઈ શકે છે. આ દરમિયાન દેશમાં કોરોનાની સ્થિતિ બગડે તો તેમાં ફેરફાર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે