વધુ એક અકસ્માત! બિપિન રાવત સહિત અન્ય મૃતકોની ડેડબોડી લઇ જઇ રહેલી એમ્બુલન્સને નડ્યો અકસ્માત

CDS જનરલ બિપિન રાવત (Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ શરીર લઇ જઇ રહેલી એમ્બુલન્સોમાંથી એકનો અકસ્માત થયો છે. ગુરૂવારે સવારે જ મૃતકોના પાર્થિવ શરીર વેલિંગટનથી મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લઇ ગયા હતા. રેજિમેંટલ સેન્ટરથી તેમના પાર્થિવ શરીરોને સુલૂર એરબેસ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે કાફલામાં સામેલ એંબુલન્સનું સંતુલન બગડી ગયું અને તેને કંટ્રોલ ગુમાવતાં પહાડી સાથે ટકારાઇ હતી. 

વધુ એક અકસ્માત! બિપિન રાવત સહિત અન્ય મૃતકોની ડેડબોડી લઇ જઇ રહેલી એમ્બુલન્સને નડ્યો અકસ્માત

નવી દિલ્હી: CDS જનરલ બિપિન રાવત (Bipin Rawat), તેમની પત્ની મધુલિકા રાવત અને 11 અન્ય મૃતકોના પાર્થિવ શરીર લઇ જઇ રહેલી એમ્બુલન્સોમાંથી એકનો અકસ્માત થયો છે. ગુરૂવારે સવારે જ મૃતકોના પાર્થિવ શરીર વેલિંગટનથી મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લઇ ગયા હતા. રેજિમેંટલ સેન્ટરથી તેમના પાર્થિવ શરીરોને સુલૂર એરબેસ લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે કાફલામાં સામેલ એંબુલન્સનું સંતુલન બગડી ગયું અને તેને કંટ્રોલ ગુમાવતાં પહાડી સાથે ટકારાઇ હતી. 

હાલ આ અકસ્માતમાં કોઇ નુકસાનની સૂચના મળી નથી. જોકે આ અકસ્માત મદ્રાસ રેજિમેંટલ સેન્ટરથી સુલૂર એરબેસના રસ્તામાં મેટ્ટૂપલયમ પાસે થયો છે. પાર્થિવ શરીરોને સુલૂર એરબેસથી આજે સાંજ સુધી દિલ્હી માટે એરલિફ્ટ કરવામાં આવશે. 

મદ્રાસ રેજિમેંટલ સેન્ટરમાં આપવામાં આવી શ્રદ્ધાંજલિ
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે થયેલા ચોપર ક્રેશમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિયા રાવત અને 11 અન્ય સૈન્યકર્મીઓ અને ઓફિસરોના દેહાંત થયા હતા. ઘટના બાદ મૃતકોની લાશ વેલિંગટન મિલિટ્રી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા ગુરૂવારે સવારે આ મૃતદેહોને સૈન્ય સન્માન સાથે મદ્રાસ રેજિમેંટલ સેન્ટર લાવવામાં આવ્યા. રેજિમેંટર સેન્ટરમાં શ્રદ્ધાંજલિ સભા બાદ હવે આ પાર્થિવ શરીરોને દિલ્હી મોકલવામાં આવી રહ્યા હતા. 

ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી
તો બીજી તરફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તમિલનાડુની ટીમ કુન્નૂર પાસે દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે, જ્યાં બુધવારે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી તમિલનાડુના નીલગિરી જિલ્લામાં કુન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news