Corona થી થતા મોત પર મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયા આપવા શક્ય નથી, કેન્દ્રનું SC માં સોગંદનામું

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે.

Corona થી થતા મોત પર મૃતકના પરિજનોને 4 લાખ રૂપિયા આપવા શક્ય નથી, કેન્દ્રનું SC માં સોગંદનામું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી કે જેમાં કોરોના સંક્રમિત મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની માગણી કરાઈ હતી તે અંગે કેન્દ્ર સરકારે આર્થિક સહાયતા આપવાની ના પાડી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજુ કરીને આ જાણકારી આપી. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યું સોગંદનામું
કેન્દ્ર સરકારનું કહેવું છે કે સરકાર પહેલેથી જ અન્ય માધ્યમો દ્વારા આર્થિક સહાયતા આપી ચૂકી છે. પરિજનોને વધુ 4-4 લાખ રૂપિયા આપવાથી એસડીઆરએફનું બધુ ફંડ ખતમ થઈ જશે. તે શક્ય નથી. 

આર્થિક મદદ આપી શકીએ નહીં-કેન્દ્ર
સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે પાત્ર અને જરૂરિયાતવાળા લોકોને મદદ પહોંચાડી દેવાઈ છે. પીડિત પરિજનોને વધુ આર્થિક મદદ કરવી શક્ય નથી. સરકાર તરફથી કહેવાયું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના વાયરસથી ઊભા થયેલા હાલાતને પહોંચી વળવા માટે ઘણો પૈસો ખર્ચ કરી ચૂકી છે. વધુ દબાણ આવશે તો આર્થિક સ્થિતિ પર અસર પડશે. 

— ANI (@ANI) June 20, 2021

અરજીમાં કરાઈ છે આ માગણી
અત્રે જણાવવાનું કે આ અરજીમાં કોરોના વાયરસથી જે દર્દીઓના મોત થયા છે તેમના પરિજનોને આર્થિક મદદ આપવાની માગણી કરાઈ છે. અરજીકર્તાએ કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ (NDMA) અને વર્ષ 2015માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (National Disaster Management Authority) તરફથી નિર્દેશ બહાર પડાયા હતા જેમાં આફતના કારણે થનારા મોત પર 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત છે. 

નોંધનીય છે કે અરજીની માગણી પર કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું કે NDMA માં મૃતકોને વળતરનો નિયમ પૂર અને ભૂકંપ જેવી કુદરતી આફતો  (Natural Disaster) પર જ લાગૂ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news