corona testing

Gujarat માં વધતા કોરોના કેસ અંગે CM વિજય રૂપાણીએ કોર્પોરેશન અધિકારીઓને કહ્યું...

આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો

Apr 13, 2021, 02:59 PM IST

ઝાયડસમાં મળી રહ્યા છે આ ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન, લેવા માટે લોકોની લાગી કતારો

ઝાયડસ હોસ્પિટલના (Zydus Hospital) ગેટ પર ઇન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ડોક્ટકના પ્રિસ્ક્રિપ્શન સાથે અમદાવાદ (Ahmedabad) સહિત શહેર બહારથી પણ લોકો ઇન્જેક્શન લેવા માટે ઉમટી રહ્યા છે

Apr 6, 2021, 12:21 PM IST
Corona Testing: Intensive check on check post before entering Gujarat PT3M37S

Corona Testing : ગુજરાતમાં પ્રવેશતા પહેલા ચેક પોસ્ટ પર સઘન તપાસ

Corona Testing: Intensive check on check post before entering Gujarat

Mar 28, 2021, 05:15 PM IST
Corona Testing: Intensive investigation of tourists at Rajasthan Gujarat border PT2M18S

Corona Testing : રાજસ્થાન ગુજરાત બોર્ડર પર પ્રવાસીઓની સઘન તપાસ

Corona Testing: Intensive investigation of tourists at Rajasthan Gujarat border

Mar 10, 2021, 04:50 PM IST

ગુજરાતમાં કોરોના અને ટેસ્ટિંગ બંન્નેના વળતા પાણી: આજે માત્ર 615 કેસ નોંધાયા, ટેસ્ટ કેટલા થયા ખબર નહી !

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 615 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 746 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

Jan 11, 2021, 08:08 PM IST

શરમજનક...કોરોના કટોકટીનો વેપલો? 1400 રૂપિયા આપો અને Corona પર ગમે તેવો રિપોર્ટ મેળવો

કોરોના (Corona virus)નો વાયરસ મહામારી બનીને આખા દેશમાં કેર વર્તાવી રહ્યો છે ત્યારે આવી કટોકટીને પણ કેટલાક લોકોએ વેપલો બનાવી દીધો છે.

Nov 23, 2020, 11:00 AM IST

સુપરસ્પ્રેડર્સ બન્યું અમદાવાદનું આ એપાર્ટમેન્ટ, 100 થી વધુ કેસ નોંધાયા

  • અમદાવાદના સફલ પરિસરમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સફલ પરિસર-1માં 42 કેસ આવ્યા છે.
  • શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 111 પર પહોંચી ગઈ છે

Nov 22, 2020, 11:21 AM IST

વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા

કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

Nov 20, 2020, 06:00 PM IST

હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’

  • કોરોના મહામારીમાં લોકોના ઘરો સુધી જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરતા કર્મીઓએ પોતાની આપવીતી જણાવી.
  • કોરોના દર્દીઓ રાત્રે 6 વાગે ફોન કરીને પણ સવાલો પૂછતા હોય છે 

Oct 11, 2020, 08:05 AM IST

Corona Latest Update: 24 કલાકમાં 85 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો મૃત્યુઆંક

કોરોના વાયરસ (Coronavirus) દરરોજ નવો રેકોર્ડ બનાવે છે અને લોકોનો જીવ લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા કેસ 85 હજારથી પણ વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોના કુલ આંકડો 59 લાખથી ઉપર પહોંચી ગયો છે. આ વચ્ચે છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધારે લોકોના મોત થયા છે

Sep 26, 2020, 12:39 PM IST

સુરતમાં વધતા કોરોનાના કેસને લઇ AMC એલર્ટ, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર હાથ ધરવામાં આવ્યું ચેકિંગ

સુરતમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઇ અમદાવાદ મનપા તંત્ર એલર્ટ થઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં કોરોના ફરી ના ફેલાય તે માટે AMC દ્વારા સુરતથી અમદાવાદ આવતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એએમસી દ્વારા અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 

Jul 10, 2020, 04:06 PM IST
gujarat government decrease corona test price in private labs PT25M3S

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દર ઘટાડ્યા, આજથી જ અમલ 

રાજ્યમાં કોરોનાનો દિન પ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્વની જાણકારી આપી.

Jun 25, 2020, 01:20 PM IST

અમદાવાદમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ, આ લેબમાં રાત દિવસ ચાલુ છે કોરોનાનું ટેસ્ટિંગ 

દર્દીને કોરોના પોઝીટીવ છે કે નેગેટીવ...? તે નક્કી કરતી બી.જે મેડીકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબ અત્યારે 24 કલાક ધમધમે છે. રોજના 700થી 800 ટેસ્ટ કરતી આ લેબે અત્યાર સુધીમાં 21,000 ટેસ્ટ કર્યા છે આ સ્વયં એક રેકોર્ડ છે. કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. તેનો મક્કમ રીતે પડકાર ઝીલવા માટે રાજ્ય પ્રશાસન હકારાત્મક અને ખૂબ સંવેદનાથી કામ કરે છે. પરંતુ નાગરિકોના ટેસ્ટ પોઝીટીવ છે કે નહીં તે પ્રક્રિયા બી.જે મેડીકલ કોલેજ સંકુલમાં આવેલી માઈક્રો લેબ કરે છે. 

May 10, 2020, 03:55 PM IST