એંટી ડ્રોન ટેક્નોલોજી પર કામ શરૂ, દુશ્મનોને ટૂંક સમયમાં મળશે જવાબ: અમિત શાહ

BSF જવાનોને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે દેશના 35000 જવાનોને અલગ અલગ બોર્ડર પર બલિદાન આપ્યા છે અને દેશની સરહદોને સુરક્ષિત બનાવી છે. BSF ના જવાનોએ સૌથી વધુ દેશ માટે બલિદાન આપ્યું છે.

Updated By: Dec 5, 2021, 12:15 PM IST
એંટી ડ્રોન ટેક્નોલોજી પર કામ શરૂ, દુશ્મનોને ટૂંક સમયમાં મળશે જવાબ: અમિત શાહ

જેસલમેર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) રાજસ્થાનના પ્રવાસે છે. આજે અમિત શાહ જેસલમેરમાં BSF ના સ્થાપના દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. જેસલમેરમાં અમિત શાહે બીએસએફ જવાનોને પરેદની સલામી આપી. બીએસએફ આજે પોતાનો 57મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ અવસર પર અમિત શાહે બીએસએફ જવાનોને સન્માનિત પણ કર્યા. BSF જવાનોને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે દેશના 35000 જવાનોને અલગ અલગ બોર્ડર પર બલિદાન આપ્યા છે અને દેશની સરહદોને સુરક્ષિત બનાવી છે. BSF ના જવાનોએ સૌથી વધુ દેશ માટે બલિદાન આપ્યું છે. આ સૌથી કઠીન સીમાઓની સુરક્ષા કરી રહ્યા છે. હું સમગ્ર દેશ તરફથી અને પ્રધાનમંત્રી તરફથી તમામ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. 

અમિત શાહે કહ્યું કે ડ્રોનના ખતરાનો સામનો કરવા માટે સરકાર અને વૈજ્ઞાનિક સતત પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એન્ટ્રી ડ્રોન ટેક્નોલોજી બનાવવા માટે બીએસએફ, એનસીજી અને ડીઆરડીઓ મળીને પ્રયત્ન કરી રહી છે. અમે વૈજ્ઞાનિકોને વિશ્વાસ અપાવીએ છીએ. થોડા સમયમાં આપણે ડ્રોન પ્રતિરોધક ક્ષમતા બનાવવામાં સફળ રહીશું અને ડ્રોનના ખતરાના ભરપૂર જવાબ આપીશું. 

Omicron થી દેશમાં હડકંપ, અત્યાર સુધી મળ્યા આટલા કેસ, રાજ્યોએ કરી આ તૈયારી

ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે ઉરી અને પુલવામામાં હુમલા થયા જે ભારત સરકારે પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત થઇને જવાબ આપ્યો અને આખી દુનિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોઇપણ દેશ તમામ પ્રગતિ કરી શકે છે. જ્યારે ત્યાં સુરક્ષા યથાવત રહેશે. તેમણે કહ્યું કે કોઇ દેશ પોતાની સંસ્કૃતિને ત્યારે જ બચાવી શકે છે. જ્યારે તે સુરક્ષિત હોત્ય અને આપણા જવાનો દેશની સુરક્ષાને સુનિશ્વિત કરવામાં લાગ્યા છે. 

બીએસના જવાનોની સાથે ભોજન
આ પહેલાં શનિવારે ગૃહમંત્રી રાજસ્થાનમાં બીએસએફની એક પોસ્ટ પર પહોંચ્યા અને જવાનો સાથે વાત કરી અને તેમની જીંદગીને નજીકથી જાણી. જેસલમેરની રોહિતાશ બોર્ડર આઉટ પોસ્ટ પર જઇ બીએસએફના જવાનોને મળ્યા અને તેમની વિભિન્ન ગતિવિધિઓની વિસ્તારપૂર્વક જાણકારી લીધી. અમિત શાહે કહ્યું કે આ રણની સીમાની ભીષણ ગરમીની સીમાઓને અભેદ રાખવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી રહી છે. 

ગૃહમંત્રીએ બીએસએફ જવાનોના ભોજનને કર્યું. તેમણે ટ્વિટર પર તેના ફોટા પણ પોસ્ટ કર્યા. અમિત શાહે કહ્યું કે સુરક્ષાબળોમાં વિશેષ અવસરો પર સાથે બેસીને ભોજન કરવાની એક પરંપરા છે જેને 'બડા ખાના' કહેવામાં આવે છે. શનિવારે જેસલમેર બીએસએફના કેમ્પમાં જવાનો અને અધિકારીઓ સાથે બડે ખાના પર ભોજન કરવું મારા માટે વિશેષ અવસર હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube