Chandra Grahan 2022: ભારતમાં પુરૂ થયું 'સુપરમૂન' જાણો ગ્રહણ બાદ તાત્કાલિક શું કરવું જોઇએ

Lunar Eclipse 2022:  તમને જણાવી દઇએ કે ચંદ્ર ગ્રહણ કેટલીક જગ્યાએ સ્પષ્ટ દેખાયું હતું, તો કેટલીક જગ્યાએ આંશિક જોવા મળ્યું હતું. ધર્મ અને જ્યોતિષમાં ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણની ઘટનાને અશુભ ગણવામાં આવે છે.

Chandra Grahan 2022: ભારતમાં પુરૂ થયું 'સુપરમૂન' જાણો ગ્રહણ બાદ તાત્કાલિક શું કરવું જોઇએ

Lunar Eclipse 2022: વર્ષનું બીજું અને અંતિમ ચંદ્ર ગ્રહણ આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે લાગ્યું હતું. ચંદ્ર ગ્રહણ દેશના ઘણા શહેરોમાં ઇટાનગર, રાંચી, ગુવાહાટી, દિલ્હી, મુંબઇ, પટના, નોઇડા વગેરેમાં જોવા મળ્યું, પરંતુ સૌથી પહેલાં તેને અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં જોવા મળ્યું હતું. તમને જણાવી દઇએ કે ચંદ્ર ગ્રહણ કેટલીક જગ્યાએ સ્પષ્ટ દેખાયું હતું, તો કેટલીક જગ્યાએ આંશિક જોવા મળ્યું હતું. ધર્મ અને જ્યોતિષમાં ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણની ઘટનાને અશુભ ગણવામાં આવે છે. તેનો પ્રભાવ તમામ રાશિના જાતકોના જીવન પર જોવા મળશે. આ દરમિયાન જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવી છે.  

ચંદ્રગ્રહણ બાદ તાત્કાલિક કરો આ કામ
- ગ્રહણ બદ ઘરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઘરના દરેક ખૂણામાં ગંગાજળનો છંટકાવ કરો. તેનાથી ગ્રહણના દુષ્પ્રભાવોની અસર ખતમ થઇ જાય છે.
- ગ્રહણ બાદ સ્નાન જરૂર કરો. તેનાથી તમામ પ્રકારના દુષ્પ્રભાવ દૂર થઇ જાય છે. આ દરમિયાન પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો. સાથે જ નવા અને સ્વચ્છ કપડાં પહેરો. 
- જળમાં તુલસીના પાન નાખીને ગ્રહણ કરવું જોઇએ. 

ભગવાન શિવના મંત્રોનો જાપ કરો
ગ્રહણ દરમિયાન ભગવાન શિવના મંત્રોનો જાપ કરો. તમને જણાવી દઇએ કે શિવના મસ્તક પર ચંદ્રમા વિદ્યમાન છે. અને જે લોકોની કુંડળીમાં ચંદ્રમા નબળી સ્થિતિમાં હોય છે. તેમને ચંદ્ર ગ્રહણ દરમિયાન ભગવાન શિવના મંત્રોનો જાપ કરવો જોઇએ. નિશ્વિત રૂપથી ચંદ્રમાની સ્થિતિ સારી થઇ જશે. 

ગ્રહણ બાદ કરો આ વસ્તુઓનું દાન
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને અશુભ ઘટના ગણવામાં આવે છે. કહેવાય છે કે ગ્રહણ બાદ પોતાના હાથે કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઇએ. આ દરમિયાન દૂધ, ચોખા, બુરૂ અને અન્ય સફેદ ખાદ્ય પદાર્થોનું દાન કરવાથી લાભ થાય છે. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news