VIDEO: વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતાનું લોકોએ તાળીઓના ગડગડાટથી કર્યુ સન્માન 

ચેન્નાઈથી દિલ્હી જઈ રહેલું એક વિમાન જ્યારે અડધી રાત બાદ થોભ્યું તો કોઈએ બેગ કાઢવાની કે બહાર જવાની જરાય ઉતાવળ ન કરી. કારણ કે બધાની નજર ભારતીય વાયુસેનાના બહાદુર પાઈલટ અભિનંદન વર્ધમાનના માતા પિતા પર ટકેલી હતી. એર માર્શલ (સેવા નિવૃત) એસ વર્ધમાન અને ડો.શોભા વર્ધમાનના સન્માનમાં શુક્રવારે સવારે વિમાનમાં સવાર મુસાફરોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. તેમને પહેલા ઉતરવા દીધા હતાં. 
VIDEO: વિંગ કમાન્ડર અભિનંદનના માતા પિતાનું લોકોએ તાળીઓના ગડગડાટથી કર્યુ સન્માન 

નવી દિલ્હી: ચેન્નાઈથી દિલ્હી જઈ રહેલું એક વિમાન જ્યારે અડધી રાત બાદ થોભ્યું તો કોઈએ બેગ કાઢવાની કે બહાર જવાની જરાય ઉતાવળ ન કરી. કારણ કે બધાની નજર ભારતીય વાયુસેનાના બહાદુર પાઈલટ અભિનંદન વર્ધમાનના માતા પિતા પર ટકેલી હતી. એર માર્શલ (સેવા નિવૃત) એસ વર્ધમાન અને ડો.શોભા વર્ધમાનના સન્માનમાં શુક્રવારે સવારે વિમાનમાં સવાર મુસાફરોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. તેમને પહેલા ઉતરવા દીધા હતાં. 

જુઓ વીડિયો

A post shared by Zee News (@zeenews) on

આજે વતન પાછા ફરશે વિંગ કમાન્ડર અભિનંદન
પાકિસ્તાનમાં બુધવારે પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન આજે મુક્ત થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા શેર કરાયેલી તસવીરો અને વીડિયોમાં પોતાના પુત્રને ઘરે લઈ જવા માટે અમૃતસર જવા માટે દિલ્હી પહોંચેલા દંપત્તિને લોકો માથું ઝૂકાવીને અભિવાદન કરતા જોઈ શકાય છે. વિમાન અડધી રાત બાદ દિલ્હી એરપોર્ટ ઉતર્યું હતું. 

અટારી વાઘા બોર્ડર પર થશે ખાસ સ્વાગત
દિલ્હી પહોંચ્યા બાદ દંપત્તિ અમૃતસર જવા માટે રવાના થઈ ગયા હતાં. તેઓ વાઘા બોર્ડર પર પુત્રના સ્વાગત માટે તૈયાર છે. પાઈલટ વર્ધમાનને બુધવારે પાકિસ્તાને પકડ્યાં હતાં. પાકિસ્તાન સાથે હવાઈ ઘર્ષણ દરમિયાન તેઓ પીછો કરતા કરતા પીઓકે પહોંચી ગયાં હતાં અને ત્યાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું અને હવામાંથી જમીન પર આવી ગયા હતાં. તેમણે મિગ 21થી પાકિસ્તાનના ફાઈટર જેટ એફ 16ને તોડી પાડ્યું હતું જેની ખુબ ચર્ચાઓ  થઈ રહી છે. 

અભિનંદનનો પરિવાર દ્વિતીય વિશ્વયુદ્ધ બાદથી અનેક પેઢીઓથી ભારતીય વાયુસેનામાં સેવા આપતો આવ્યો છે. પરમ વિશિષ્ઠ સેવા પદક સહિત અને સન્માન મેળવી ચૂકેલા એર માર્શલ એસ વર્ધમાને એક સંદેશામાં કહ્યું કે અભિ હજુ જીવિત છે, ઘાયલ નથી. હોશમાં છે અને જે રીતે તે બહાદુરીથી વાત કરે છે તેનાથી માલુમ પડે છે કે તે એક સાચો સૈનિક છે. અમને તેના પર ખુબ ગર્વ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news